Kaun Banega Crorepati 16: નાના પડદાના પ્રખ્યાત શોમાંથી એક ‘કૌન બનેગા કરોડપતિ’ હાલમાં તેની 16મી સીઝનમાં ચાલી રહી છે અને તેની દરેક સીઝનને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. દર વખતની જેમ આ વખતે પણ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરી રહ્યા છે. અત્યાર સુધી આ શોમાં ઘણા સ્પર્ધકો આવ્યા અને ગયા, કેટલાકે સવાલોના સાચા જવાબ આપીને કરોડો રૂપિયા જીત્યા તો કેટલાકે લાખો રૂપિયા જીત્યા છે. હવે તેના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું કે પશ્ચિમ બંગાળના રાયગંજના રહેવાસી મિન્ટુ સરકાર હોટ સીટ પર બેઠા હતા.
મિન્ટુએ શોમાં જણાવ્યું કે તે 10મું પાસ છે અને રાયગંજમાં ચાની દુકાન ચલાવે છે અને તેમાંથી દર મહિને 3000 રૂપિયા કમાય છે. જો કે આ શોમાં તેમણે હોટ સીટ પર બેસીને 25 લાખ રૂપિયા જીત્યા છે. આવામાં તેમને દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્ હતું અને બિગ બીએ પણ આ ભાઈના વખાણ કર્યા હતા.
વધુમાં તેમણે પોતાના વિશે વાત કરતા કહ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી આ શોમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના પિતાએ હંમેશા તેમને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું હતું. પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં તેમનું અવસાન થયું. આવામાં પરિવારની જવાબદારીઓએ તેમને ચાની દુકાને બેસાડ્યા હતા. અહીંથી તે દર મહિને 3000 થી 3500 રૂપિયાની કમાણી કરે છે અને તે સરકારની રાશન યોજનાઓમાંથી ચોખા, દાળ જેવી અન્ય વસ્તુઓ મેળવે છે.
શું હતો 25 લાખનો સવાલ?
ગેમ શરૂ થતાની સાથે જ હોસ્ટ અમિતાભ બચ્ચન તેમને ઘણા પ્રશ્નો પૂછે છે. ધીમે-ધીમે દરેક સવાલનો જવાબ આપતી વખતે મિન્ટુ સરકાર પાસે 25 લાખનો સવાલ આવે છે અને તે સવાલ એ હતો કે વાલ્મીકિ રામાયણ અનુસાર કયા ઋષિએ અહિલ્યાને શ્રાપ આપ્યો હતો.
આ પણ વાંચો: અભિનેતાઓની ફી સાંભળીને અનન્યા પાંડે ચોંકી ગઈ, આ વાતનો કર્યો ખુલાસો
જવાબમાં સ્પર્ધકે ઋષિ ગૌતમને પસંદ કર્યા અને તેમણે 25 લાખ રૂપિયા જીત્યા હતા. ત્યારે તે ‘વીડિયો કૉલ અ ફ્રેન્ડ’ લાઇફલાઇનનો ઉપયોગ કરીને તેમણે 50 લાખમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપે છે પરંતુ તે સાચો જવાબ આપી શકતા નથી અને તે શો છોડી દે છે.
બેંક ખાતામાં આટલા પૈસા હતા
બિગ બી સાથે વાત કરતી વખતે મિન્ટુએ અમિતાભ બચ્ચન સાથે બીજી ઘણી બાબતો વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમના પિતાના ગયા પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તે જે કમાતા હતા તેમાંથી બચત કરવાનું ભૂલી જાઓ, તેમના ખાતામાં માત્ર 300-400 રૂપિયા હતા. સ્પર્ધકની આ વાત સાંભળીને દર્શકોની સાથે બિગ બી પણ ભાવુક થઈ જાય છે.