Sitaare Zameen Par Screening | આમિર ખાન (Aamir Khan) લાંબા સમય પછી મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. તેની ફિલ્મ સિતારે જમીન પર (sitaare zameen par) શુક્રવારે 20 જૂન, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જેની ખાસ સ્ક્રીનિંગ મિસ્ટર પરફેક્શનિસ્ટ દ્વારા તેમના મિત્રો અને પરિવાર માટે યોજવામાં આવી હતી.
સિતારે જમીન પર સ્ક્રીનિંગ (Sitaare Zameen Par Screening)
સિતારે જમીન પર સ્ક્રીનિંગમાં રેખા, જાવેદ અખ્તર, શબાના આઝમી, વિકી કૌશલ અને જીતેન્દ્ર જેવા સુપરસ્ટાર્સ તેમાં હાજર રહ્યા હતા. ત્યારે ખાન ત્રિપુટીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, સલમાન ખાન પાપારાઝી માટે આમિર ખાન સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો, ત્યારે શાહરૂખ ખાને સિતારે જમીન પરના કલાકારો સાથે ફોટો પડાવ્યો હતો, જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શાહરૂખ ખાન વિશે વાત કરીએ તો, તે બિન્ની સાથે ટ્રેક પેન્ટ અને જેકેટ પહેરેલા કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. સુપરસ્ટાર આમિર ખાનને મળતા જોઈ શકાય છે. જ્યારે તે સિતારા જમીન પરના કલાકારો, વેદાંત શર્મા, નમન મિશ્રા, આયુષ ભણસાલી અને આરુષ દત્તાને મળતા અને ગળે લગાવતા પણ જોવા મળે છે. જોકે, સલમાન ખાન સાથે કિંગ ખાનની કોઈ ઝલક દેખાતી નથી.
વીડિયોમાં સલમાન ખાન આમિર ખાનને ગળે લગાવીને પાપારાઝી માટે પોઝ આપતો જોઈ શકાય છે. ભાઈજાન ગ્રે જીન્સ અને કાળા જેકેટમાં જોવા મળે છે. ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.
ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા, આમિર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ અને તેના પુત્ર આઝાદ સાથે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. આમિરની પુત્રી ઇરા ખાન તેના પતિ નુપુર શિકારે સાથે આવી હતી, જેની સાથે તેણીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા.
સિતારે જમીન પરની વાત કરીયે તો લોકોને ફિલ્મની સ્ટોરી અને બોક્સ ઓફિસ કલેક્શન વિશે ઘણી અપેક્ષાઓ છે. પરંતુ શરૂઆતના ટ્રેન્ડ કંઈક બીજું જ કહી રહ્યા છે.
સિતારે જમીન પર બોક્સ ઓફિસ કલેક્શન ડે 1 આગાહી (Sitaare Zameen Par Day 1 Prediction)
સિતારે જમીન પર” માં આમિર ખાન સાથે જેનેલિયા ડિસોઝા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં 10 દિવ્યાંગ બાળકો પણ છે જેમના કોચ આમિર છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી લોકો તેના માટે ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ ઓપન થયું હતું.
સિતારે જમીન પર કેટલું કલેક્શન કરી શકે?
અહેવાલો અનુસાર, સિતારે જમીન પર પહેલા દિવસે 10-11 કરોડનું કલેક્શન કરી શકશે. તે જ સમયે, કેટલાક ટ્રેડ વિશ્લેષકો કહે છે કે ફિલ્મ માટે પહેલા દિવસે 5-6 કરોડનો આંકડો પણ પાર કરવો મુશ્કેલ બનશે. જો આ સાચું હોય, તો આમિર ખાનની સિતારે જમીન પર પહેલા દિવસે લાલ સિંહ ચઢ્ઢા કરતા પાછળ રહેશે. લાલ સિંહ ચઢ્ઢાએ પહેલા દિવસે 11.70 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ ઓગસ્ટ 2022 માં રિલીઝ થઈ હતી.
એડવાન્સ બુકિંગથી કેટલી કમાણી થઈ?
સિતારા જમીન પરના એડવાન્સ બુકિંગ વિશે વાત કરીએ તો, સકનિલ્કના અહેવાલ મુજબ, તેણે 4.35 કરોડની કમાણી કરી છે. આમાં બ્લોક સીટોનો પણ સમાવેશ થાય છે. ફિલ્મની કુલ 50869 ટિકિટ અત્યાર સુધીમાં વેચાઈ ગઈ છે. જેમાં 41195 હિન્દી, 1027 તમિલ અને 8647 તેલુગુ ટિકિટનો સમાવેશ થાય છે.