ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે સીઝફાયર બાદ સરહદ પર થંભી ગયો છે. પરંતુ ડિપ્લોમેટિક ફ્રંટ પર બંને વચ્ચે તણખલાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન બંને દેશોના કલાકારો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભારતીય કલકારો પોતાના દેશ અને સરકારી નીતિઓની સાથે છે. મંડીથી બીજેપી સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌત પણ ભારતના પક્ષમાં સતત નિવેદનો આપી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કંગના રનૌત સતત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા દેશની સેનાના ભરપેટ વખાણ કરી રહી છે અને કહી રહી છે કે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન એક પાકિસ્તાની એક્ટ્રેસ મિશી ખાને કંગનાને ધમકી આપી દીધી છે. તેણે કંગનાને લઈ વિવાદાસ્પદ વાતો કહી છે.
પાકિસ્તાની એક્ટ્રેસે શું કહ્યું?
મિશી ખાને કંગના રનૌતને લઈ એક વીડિયોમાં ઘણુ બધુ કહ્યું છે. તમે તેને વીડિયોમાં એવું કહેતા સાંભળી શકો છો,”હા ભાઈ કંગના રનૌત પાકિસ્તાનનો જવાબ કેવો લાગ્યો…. ઉંદેરડી માટે લોલવું સરળ છે અને પાકિસ્તાનના લોકે માટે ખરાબ બોલવું તને મોંઘું તો પડી જ ગયું છે. આગળ બોલતા પહેલા વિચારી લેવું કે અમે લોકો અહીં છીએ…. પાકિસ્તાનને ડિફેન્ડ કરવા માટે અને તું પોતે કોણ છે પોતાની અંદરે જોઈ લે. હવે આગળ જો પાકિસ્તાન માટે કે પાકિસ્તાનના લોકો માટે કંઈ ખોટી વાત કરી તો ટિકિટ કપાવીને ત્યાં આવીશ અને તારી ખબર લઈશ અથવા પછી મેચની માફક મિડલ ગ્રાઉન્ડ રાખી લઈએ. મારી ચેલેન્ડ છે તને દુબઈ રાખી લે અથવા લંડન રાખી લે, મારો એક જ મુક્કો તને મોંઘો પડશે.”
લોકોની પ્રતિક્રિયા
મિશી ખાનના આ વીડિયોને જોયા બાદ ભારતીય અને કંગના રનૌતના ફેન્સ ભડકી ગયા છે. મિશી ખાનને કંગના રનૌતના ફેન્સ આડે હાથ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું,’અસલી ઉંદેડી તો તું છે… દેશ રોઈ રહ્યો છે પરંતુ તારી અકડ નથી જઈ રહી…, એક અન્ય યુઝરે લખ્યું,’કંગનાનો એક હાથ પડશે તો તું ઉડી જઈશ, તારી તુલના એની સાથે તો કરીશ જ નહીં.’ અન્ય યુઝરે લખ્યું,’મિશી તારી હેકડી તો કંગનાના ફેન્સ જ ઉતારી નાંખશે.’ આ પ્રકારની કોમેન્ટથી મિશીને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે.
ભારતીય કલાકારો પાકિસ્તાની એક્ટર્સની ક્લાસ લઈ રહ્યા છે
તમને જણાવી દઈએ કે, ભારતીય અને પાકિસ્તાની કલાકારો વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ છે. ભારતીય એક્ટર્સ કોઈ પણ રીતે પાકિસ્તાની કલાકારોને આડે હાથ લઈ રહ્યા છે. તાજેતરમાં જ હર્ષવર્ધન રાણે એ જાહેરાત કરી કે માવરા હુસૈનની સાથે કામ કરશે નહીં કારણ કે તેમને દેશથી પ્રેમ છે. ત્યાં જ ભારતીય ટીવી એક્ટ્રેસ ફલક નાજ સતત પાકિસ્તાની કલાકારોને જડબાતોડ જવાબ આપી રહી છે.