OTT This Week | મનોરંજન નું ઘોડાપુર! આ અઠવાડિયે ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ અને મુવી

OTT This Week | ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ, જિયો હોટ સ્ટાર અને અમેઝોન પ્રાઈમ પર આ અઠવાડિયે મનોરંજન ભરપૂર જોવા મળશે. દર્શકોની મનપસંદ વેબ સિરીઝ ની અપકમિંગ સીઝન આવી રહી છે, જ્યારે કેટલીક ફિલ્મો પણ રિલીઝ થવાની છે. જુઓ લિસ્ટ

Written by shivani chauhan
June 23, 2025 13:51 IST
OTT This Week | મનોરંજન નું ઘોડાપુર! આ અઠવાડિયે ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ અને મુવી
OTT This Week | મનોરંજન નું ઘોડાપુર! આ અઠવાડિયે ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ અને મુવી

OTT This Week | આ અઠવાડિયું ઓટીટી (OTT This Week)પર મનોરંજનથી ભરેલું હશે! મુવી અને વેબ સીરીઝ લવર્સ માટે આ અઠવાડિયું ખૂબ જ ખાસ રહેવાનું છે. સમજો કે તમને ઓટીટી પર મનોરંજનનો એક્સટ્રા ડોઝ મળવાનો છે. દર્શકોની મનપસંદ વેબ સિરીઝ ની અપકમિંગ સીઝન આવી રહી છે, જ્યારે કેટલીક ફિલ્મો પણ રિલીઝ થવાની છે. નેટફ્લિક્સથી લઈને પ્રાઇમ વિડીયો અને જિયો હોટસ્ટાર સુધી, દરેક ઓટીટી પ્લેટફોર્મ પર ભરપૂર મનોરંજનની મજા !

મિસ્ત્રી (Mistry)

મિસ્ત્રી વેબ સિરીઝ 27 જૂને જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે. રામ કપૂર અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નામ સૂચવે છે તેમ, આ એક સસ્પેન્સ થ્રિલર શ્રેણી છે. તેમાં કોમેડીનો ડોઝ પણ હશે. શિખા તલસાનિયા અને ક્ષિતિશ દાતે પણ આ સિરીઝમાં છે.

સ્ક્વિડ ગેમ 3 (squid game 3)

સ્ક્વિડ ગેમની અપકમિંગ સીઝન પણ આ અઠવાડિયે આવવાની છે. આ તેની છેલ્લી સીઝન હોવાનું કહેવાય છે. ‘સ્ક્વિડ ગેમ’ સિરીઝ ની ત્રીજી સીઝન 27 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

રેડ 2 (Raid 2)

રેડ 2 (Raid 2) માં અજય દેવગન અને રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સ અભિનીત ફિલ્મ ‘રેડ 2’ મે મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે આ ફિલ્મ OTT પર આવવા જઈ રહી છે. જો તમે કોઈ કારણોસર તેને થિયેટરમાં જોઈ શકતા નથી અથવા સિનેમાઘરોમાં જોયા પછી ફરીથી તેનો આનંદ માણવા માંગતા હો, તો આ ફિલ્મ 27 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

પંચાયત સીઝન 4 (Panchayat Season 4)

પંચાયત સીઝન 4 ની આખરે દર્શકોની રાહનો અંત આવવાનો છે. લોકપ્રિય સિરીઝ ‘પંચાયત’ની ચોથી સીઝન આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે, જેની બધા રાહ જોઈ રહ્યા હતા. આ સિરીઝ 24 જૂને પ્રાઇમ વિડિયોમાં આવશે. સિરીઝમાં વિકાસનું પાત્ર ભજવતા અભિનેતા ચંદન રોયે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ સિરીઝ 23 જૂનની રાત સુધીમાં રિલીઝ થશે. ‘પંચાયત 4’ ની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. આ વખતે સમગ્ર ચૂંટણી વાતાવરણ જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ