OTT This Week | આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનનું ઘોડાપુર! આ મજેદાર વેબ સિરીઝ અને મુવીઝ થશે રિલીઝ

આ અઠવાડિયે ઓટીટી રિલીઝ 25 જુલાઈ 2025 | આ અઠવાડિયા ઓટીટી પર ભરપૂર મનોરંજન જોવા મળશે, હાલ સૈયારા, તન્વી ધ ગ્રેટ થિયેટરોમાં ચાલી રહી છે. પરંતુ, જો તમને વિકેન્ડમાં બહાર જવાનું મન ન થાય અને ઓટીટી પર કંઈક સારું જોવા માંગતા હો, તો આ અઠવાડિયે ઘણા ઓપ્શન છે, જુઓ લિસ્ટ

Written by shivani chauhan
July 25, 2025 07:41 IST
OTT This Week | આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનનું ઘોડાપુર! આ મજેદાર વેબ સિરીઝ અને મુવીઝ થશે રિલીઝ
OTT This Week 25 july 2025

OTT This Week | વિકેન્ડ શરૂ થાય એટલે મનોરંજન લવર્સ નવી મુવીઝ અને વેબ સિરીઝ જોવાનું પસંદ કરે છે, લાંબા વિકેન્ડમાં જો કઈ હટકે જોવા મળી જાય તો વિકેન્ડ સુધરી જાય! આ વિકેન્ડમાં પણ ઘણી સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી સિરીઝ અને મુવીઝ ઓટીટી (OTT) પર રિલીઝ થઈ રહી છે. જુઓ લિસ્ટ

સરઝમીન (Sarzameen)

આ વિકેન્ડ તમારી લિસ્ટમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનની બીજી ફિલ્મ ‘સરઝમીન’નો પણ સમાવેશ કરી શકો છો. આ ફિલ્મમાં કાજોલ, પૃથ્વીરાજ સુકુમારન અને મિહિર આહુજા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ શુક્રવાર 25 જુલાઈથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

ફિલ્મની સ્ટોરી એક આર્મી ઓફિસર વિશે છે જે કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવાનો પ્રયાસ કરે છે. આ માટે તે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. કાજોલે ફિલ્મમાં ઇબ્રાહિમની માતાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન કયોઝ ઈરાની દ્વારા કરવામાં આવ્યું છે.

મંડલા મર્ડર્સ (Mandala Murders)

જો તમે સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી રસપ્રદ સિરીઝ જોવા માંગતા હો, તો આ અઠવાડિયે ‘મંડલા મર્ડર્સ’ જોવાનું ચૂકશો નહીં. તે આજે શુક્રવાર 25 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. તે નેટફ્લિક્સ અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ સિરીઝમાં વાણી કપૂર, સુરવીન ચાવલા, શ્રિયા પિલગાંવકર અને રઘુબીર યાદવ છે. આ વેબ સિરીઝમાં ચરણદાસપુરના પ્રાચીન ઉપકરણના રહસ્યો ખુલશે. વાણી વેબ સિરીઝમાં તપાસ અધિકારી રિયા થોમસની ભૂમિકામાં જોવા મળશે.

રંગીન (Rangeen)

રંગીન વેબ સિરીઝમાં વિનીત કુમાર સિંહ, રાજશ્રી દેશપાંડે, તારક રૈના અને શીબા ચઢ્ઢા જોવા મળશે . તેની સ્ટોરી એક એવા પુરુષ પર આધારિત છે જેને તેની પત્ની દગો આપે છે અને તે દગોનો બદલો લેવા માટે એક મોટું પગલું ભરે છે. આ શો 25 જુલાઈથી પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે.

સોનકન સોનકન 2 (Saunkan Saunkanay 2)

જો તમને પંજાબી સિનેમામાં રસ હોય, તો આ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. નિમરત ખૈરા, સરગુન મહેતા, ચરણજીત સિંહ, જસવિંદર સિંહ અને એમી વિર્ક અભિનીત આ રોમેન્ટિક ફિલ્મ ZEE5 પર રિલીઝ થશે. તેની વાર્તા એક એવા પતિ વિશે છે જેને બે પત્નીઓ છે. જો કે, તેની માતા તેના પુત્ર માટે બીજી પત્ની લાવે છે, ત્યારબાદ બંને પત્નીઓ સાથે મળીને તે નવી પત્નીનો સામનો કરે છે.

હેપ્પી ગિલમોર 2 (Happy Gilmore 2)

આ ઉપરાંત, અમેરિકન સ્પોર્ટ્સ કોમેડી મુવી ‘હેપ્પી ગિલમોર 2’ પણ આ વિકેન્ડ ઓટીટી રિલીઝની યાદીમાં છે. રિલીઝ પહેલા તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તે 25 જુલાઈથી નેટફ્લિક્સ પર જોવા માટે ઉપલબ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ