OTT Release Weekend | વિકેન્ડ પર ઘરે બેઠા મનોરંજન! પરિવાર સાથે જોવાલાયક મૂવીઝ અને વેબ સિરીઝ જુઓ

ઓટીટી રિલીઝ વિકેન્ડ 22 ઓગસ્ટ 2025 | ઓટીટી પર આ વિકેન્ડ પર પણ દર્શકો માટે જોરદાર મુવીઝ અને વેબ શો રિલીઝ થવાના છે. અહીં જાણો આ અઠવાડિયે ઓટીટી પ્લેટફોર્મ પર શું રિલીઝ થઇ રહ્યું છે.

Written by shivani chauhan
August 22, 2025 14:07 IST
OTT Release Weekend | વિકેન્ડ પર ઘરે બેઠા મનોરંજન! પરિવાર સાથે જોવાલાયક મૂવીઝ અને વેબ સિરીઝ જુઓ
OTT Release Weekend 22 august 2025

OTT Release Weekend | OTT (ઓટીટી) પ્લેટફોર્મનો ક્રેઝ સતત વધી રહ્યો છે અને દર અઠવાડિયે દર્શકોને નવી સ્ટોરી જોવા મળી રહી છે. આ વિકેન્ડ પર પણ દર્શકો માટે ઘણા શો અને ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જે દરેક સ્ટાઇલના કન્ટેન્ટ જોવા માટે દર્શકોને ઉત્સાહિત કરે છે. આ અઠવાડિયાની કન્ટેન્ટ ફેમિલી ડ્રામાથી લઈને હોરર, રોમેન્ટિક-કોમેડી અને રિયાલિટી શો સુધીની છે. અહીં જાણો વિકેન્ડ પર શું ખાસ જોવા મળશે.

મેરિસન (Maareesan)

તમિલ ફિલ્મ મરીસન પણ 22 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફહાદ ફાસિલની આ ક્રાઈમ થ્રિલર હવે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર બહુભાષી (હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ) ભાષામાં રિલીઝ થઈ છે. થિયેટરોમાં હિટ રહેલી આ સ્ટોરી હવે દરેક ભાષાના દર્શકો સુધી પહોંચશે.

મા (Maa)

મા (Maa) મુવી જે એક પૌરાણિક હોરર ડ્રામા છે, તે 22 ઓગસ્ટ એટલે કે આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ મુવીમાં કાજોલ, રોનિત રોય અને ઇન્દ્રનીલ સેનગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ સ્ટોરી એક માતાની છે જે પોતાના પરિવારને બચાવવા માટે દેવી કાલીનું રૂપ ધારણ કરે છે અને એક રાક્ષસના શ્રાપનો સામનો કરે છે. લોહી, દુર્ઘટના અને અલૌકિક ઘટનાઓથી ભરેલી આ ફિલ્મ દર્શકોને હોરર અને પૌરાણિક કથાનો અનોખો સંગમ બતાવશે. જોકે, આ ફિલ્મ થિયેટરોમાં કંઈ ખાસ કમાણી કરી શકી નથી.

થલાઈવન થલાઈવી (Thalaivan Thalaivii)

તમિલ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘થલાઈવન થલાઈવી’ પણ આજે એટલે કે 22 ઓગસ્ટના રોજ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ છે. વિજય સેતુપતિ અને નિત્યા મેનન અભિનીત આ ફિલ્મ એક પરિણીત યુગલની વાર્તા દર્શાવે છે, જે સંબંધોમાં સંઘર્ષ અને લાગણીઓને હળવાશથી દર્શાવે છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે, જે તેને દેશભરના દર્શકો સાથે જોડશે.

બિગ બોસ 19 (Bigg Boss 19)

ભારતનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ હવે તેની 18 મી સીઝન સાથે પાછો આવી રહ્યો છે. 24 ઓગસ્ટથી, બિગ બોસ ટીવી તેમજ જિયો હોટસ્ટાર પર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. સલમાન ખાન આ વખતે પણ હોસ્ટ તરીકે દર્શકોની સામે હશે. નવા કોન્સેપ્ટ ‘ઘરવાલો કી સરકાર’ સાથે, સ્પર્ધકો ફક્ત ટાસ્ક અને ડ્રામાનો જ નહીં પરંતુ પાવર પોલિટિક્સનો પણ ભાગ બનશે.

OTT Release This Week | લાંબા વિકેન્ડ પર ઓટીટી પર ઘરે બેઠા મુવીઝ જુઓ, પરિવાર સાથે મનોરંજન ની મજા માણો

હરિ હર વીર મલ્લુ (Hari Hara Veera Mallu)

હરિ હર વીર મલ્લુ મુવી પવન કલ્યાણ, બોબી દેઓલ અને નિધિ અગ્રવાલની ઐતિહાસિક-એક્શન ફિલ્મ ‘હરિ હર વીર મલ્લુ’ હવે એમેઝોન પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ 20 ઓગસ્ટ 2025 થી સ્ટ્રીમ કરવામાં આવી છે, જ્યારે તે 24 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ