OTT Release This Week : અહાન પાંડેની રોમેન્ટિક ફિલ્મ સૈયારા હાલ થિયેટરોમાં છવાયેલી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ છે અને તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની ફિલ્મ પણ અઠવાડિયાના દિવસોમાં સોલિડ કલેક્શન કરી રહી છે. હવે જ્યારે વીકેન્ડ આવી રહ્યું છે, ત્યારે તેની કમાણીમાં વધુ ઉછાળો આવી શકે છે, કારણ કે મોટાભાગના લોકોને સૈયારા થિયેટર સુધી ખેંચી લાવશે.
આ સાથે જ જો તમે ઘરમાં જ થિયેટરમાં ન જવાના બદલે પોતાના વીકેન્ડનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ચાલો અમે તમને જણાવીએ એવી ફિલ્મો અને વેબ સિરીઝ વિશે જે આ અઠવાડિયે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે અને કેટલીક થઇ ગઇ છે. તેમાં માત્ર રોમેન્ટિક જ નહીં પરંતુ એક્શન, થ્રિલર સહિત જોનરનો પણ સમાવેશ થાય છે.
ધ સોસાયટી (The Society)
સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકીનો રિયાલિટી શો ‘ધ સોસાયટી’ 21 જુલાઈથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવ્યો છે, જેમાં 25 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ શોની થીમ એવી છે કે 25 સ્પર્ધકોને 200 કલાક સુધી કેદમાં રહેશે અને તેમને તેમા સર્વાઇ કરવું પડશે. આ શો ચોક્કસપણે લોકોને ‘સ્ક્વિડ ગેમ’ ની યાદ અપાવશે.
રોન્થ (Ronth)
દિલીપ પોથાન અને રોશન મેથ્યૂ સ્ટારર ફિલ્મ ‘રોન્થ’ એ આ અઠવાડિયે ઓટીટી પર આવી ચૂકી છે. આ એક મલયાલમ ફિલ્મ છે, જેની વાર્તા એક સબ-ઇન્સ્પેક્ટર અને નવા કોન્સ્ટેબલની આસપાસ ફરે છે. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર જોઇ શકાય છે.
મંડલા મર્ડર્સ (Mandala Murders)
વાણી કપૂર, સુરવીન ચાવલા, શ્રિયા પિલગાંવકર, સિદ્ધાંત કપૂર, રાહુલ બગ્ગા, વૈભવ રાજ ગુપ્તા અને મોનિકા ચૌધરી અભિનીત મર્ડર મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ‘મંડલા મર્ડર્સ’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન ગોપી પુથરન અને મનન રાવતે કર્યું છે. આ ફિલ્મની વાર્તા રહસ્યમય શહેર ચરણદાસપુર પર આધારિત છે, જે બે જાસૂસોની આસપાસ ફરે છે. તેને 25 જુલાઈએ નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
સરઝમીન (Sarzameen)
નાદાનીયાં થી કારકિર્દીની શરૂઆત કરનાર સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન હવે તેની નવી ફિલ્મ સરઝમીન ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેતાનો એક અલગ અંદાજ જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમાર, અભિનેત્રી કાજોલ સહિત અનેક સેલેબ્સ દેખાવાના છે. તેની મૂવી ૨૫ જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે.
રંગીન (Rangeen)
શીબા ચડ્ઢા, રાજશ્રી દેશપાંડે, વિનીત કુમાર અને તરુક રૈના સ્ટારર વેબ સિરીઝ પણ આ શુક્રવારે 25 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ પર ટકોરા મારવા જઈ રહી છે. આ સિરિઝની વાર્તા એક પતિ-પત્નીની આસપાસ ફરશે જેને ખબર પડે છે કે તેની પત્નીએ તેની સાથે દગો કર્યો છે. ત્યારે પછી તે શું કરે છે તે જોવા માટે તમારે આ સીરિઝ જોવી પડશે, જે પ્રાઇમ વીડિયો પર આવવાની છે.