Navratri 2024 : મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ કોચીમાં હાજર, નવરાત્રીની કરી ઉજવણી

Navratri 2024 : કલ્યાણ જ્વેલર્સ દર વર્ષે સ્ટાર જડિત નવરાત્રી પૂજાનું આયોજન કરે છે. વર્ષ 2023 માં, કેટરિના કૈફ, શિલ્પા શેટ્ટી, જાન્હવી કપૂર, સોનાક્ષી સિંહા, નાગાર્જુન અક્કીનેની અને પુત્ર નાગા ચૈતન્ય, અન્ય લોકો કલ્યાણરામન પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.

Written by shivani chauhan
October 05, 2024 10:24 IST
Navratri 2024 : મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ કોચીમાં હાજર, નવરાત્રીની કરી ઉજવણી
મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ કોચીમાં હાજર, નવરાત્રીની કરી ઉજવણી

Navratri 2024 : નવરાત્રી (Navratri) નું આજે ત્રીજું નોરતું છે. સૌ કોઈ નવ દિવસ માતાજીની આરાધનાના અવસરની ઉજવણી કરે છે, જેમાં બોલીવુડના કલાકરો પણ બાકી નથી. તેઓ પણ ભારતીયો દૈવી શક્તિના 10 દિવસ અને દેવી દુર્ગાના નવ અવતારની ઉજવણી કરે છે. ગુરુવારે નવરાત્રી 2024 (Navratri 2024) ની શરૂઆત થતાંજ કેટરિના કૈફ, કૃતિ સેનન, મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી, અજય દેવગણ, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને સૈફ અલી ખાન સહિત અનેક હસ્તીઓ કલ્યાણ જ્વેલર્સ દ્વારા આયોજિત આજે કોચીમાં પૂજા સમારોહમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.

નાગા ચૈતન્ય, ટોવિનો થોમસ, દિલીપ, કાવ્યા માધવન, અન્ના બેન, અનારકલી મેરીકર અને પ્રભુ સહિત દક્ષિણના સ્ટાર્સે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્ટાર્સે અદભૂત ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને ઉત્સવની ભાવના અપનાવી હતી.

આ પણ વાંચો: દેવરા બોક્સ ઓફિસ કલેશન ઘટ્યું, સાતમા દિવસે કરી આટલી કમાણી

અભિનેત્રી કેટરિના કૈફ, કૃતિ સેનન અને શિલ્પા શેટ્ટી સુંદર સાડીઓમાં અદભુત દેખાતી હતી. તેઓ કોચી તેમજ મુંબઈના કાલીના એરપોર્ટ પર ઈવેન્ટ માટે જતા હતા. શિલ્પાએ આકર્ષક ગ્રીન સાડી પહેરી હતી, જ્યારે કૃતિ અને કેટરિનાએ લાલ કલરના શેડ્સ પસંદ કર્યા હતા. આ દરમિયાન મલાઈકાએ એક સુંદર સફેદ લહેંગા પસંદ કર્યો હતો. તેણે સરસ રીતે બાંધેલા બન અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે તેનો લુક કંપ્લીટ કર્યો હતો. મલાઈકાના પિતા અનિલ મહેતાના અવસાન પછી આ તેનો પ્રથમ જાહેર દેખાવ પણ છે. બીજી તરફ, રશ્મિકાએ ભારે શોભાવાળા લાલ સૂટમાં જોવા મળી હતી. બોલિવૂડ સ્ટાર્સ સૈફ અલી ખાન અને અજય દેવગણ પણ ઉજવણીમાં જોડાયા હતા આ ઇવેન્ટ માટે સ્ટાઇલિશ કુર્તા સેટમાં પહોંચ્યા હતા.

તમિલ અભિનેતા પ્રભુએ તેની પત્ની પુનિતા પ્રભુ સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મલયાલમ એક્ટર દિલીપે પણ તેની પત્ની કાવ્યા માધવન સાથે સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. મિનલ મુરલીનો સ્ટાર ટોવિનો થોમસ તેની પત્ની લિડિયા ટોવિનો સાથે હતો. અન્ના બેન અને અનારકલી મેરીકર પણ નવરાત્રીની ઉજવણીમાં હાજરી આપી હતી, તેઓ તેમના ટ્રેડિશલ આઉટફિટમાં ભવ્ય દેખાતા હતા.

આ પણ વાંચો: Tripti Dimri : તૃપ્તિ ડિમરી । હું એકટિંગનો ‘એ’ પણ જાણતી ન હતી, શૂટિંગ બાદ ઘરે જઈને રડતી

કલ્યાણ જ્વેલર્સ દર વર્ષે સ્ટાર જડિત નવરાત્રી પૂજાનું આયોજન કરે છે. વર્ષ 2023 માં, કેટરિના કૈફ, શિલ્પા શેટ્ટી, જાન્હવી કપૂર, સોનાક્ષી સિંહા, નાગાર્જુન અક્કીનેની અને પુત્ર નાગા ચૈતન્ય, અન્ય લોકો કલ્યાણરામન પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. ઇવેન્ટમાં મહેમાનો સાથે વાર્તાલાપ કરતા સ્ટાર્સના ફોટા અને વિઝ્યુઅલ્સ વ્યાપકપણે ઑનલાઇન પ્રસારિત કરવામાં આવ્યા હતા. અગાઉ, અભિનેતા મામૂટી , રણબીર કપૂર પણ ઉજવણીનો ભાગ બની ચૂક્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ