Met Gala 2025 | મેટ ગાલા 2025 (Met Gala 2025) નું આયોજન કરવામાં આવ્યું છે. તેને ‘ઓસ્કાર ઓફ ફેશન’ કહેવામાં આવે છે. ન્યુ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ફેશન જગતનો સૌથી મોટો ઉજવણીનું આયોજન કરે છે. આ વર્ષે તેનું આયોજન 05 મે ના રોજ કરવામાં આવ્યું હતું. જોકે ભારતીય સમય મુજબ 6 મે મંગળવારે સવારે 3:30 વાગ્યે તે શરૂ થયું હતું.
‘મેટ ગાલા’ ભારતીય સિનેમા અને ફેશન માટે ખાસ
મેટ ગાલા ભારતીય સિનેમા અને ફેશન માટે ખાસ છે. આ વખતે, બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનથી લઈને અભિનેત્રી કિયારા અડવાણી, દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ, ઈશા અંબાણી વગેરે આ ફેશન ફેસ્ટિવલનો ભાગ બન્યા છે.
મેટ ગાલા 2025 પ્રિયંકા ચોપરા (Met Gala 2025 Priyanka Chopra)
પ્રિયંકા ચોપરા જોનાસ તેના પતિ નિક જોનાસ સાથે મેટ ગાલા 2025 માં કાર્પેટ પર ચાલ્યા. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં આ તેનો પાંચમો દેખાવ હતો. પ્રિયંકા બાલમેઈન માટે ઓલિવિયર રૂસ્ટીંગ દ્વારા બનાવેલા પોલ્કા ડોટ સૂટ ડ્રેસમાં ક્લાસિક હોલીવુડ સ્ટાઇલમાં દેખાતી હતી. નિક જોનાસ પણ પ્રિયંકાના લુક સાથે મેળ ખાતા સ્ટાઇલિશ ટેલર કરેલા સૂટમાં જોવા મળ્યો હતો. આ કપલે પહેલી વાર 2017 માં મેટ ગાલામાં સાથે હાજરી આપી હતી.
મેટ ગાલા 2025 શાહરૂખ ખાન (Met Gala 2025 Shahrukh Khan)
શાહરૂખ ખાને મેટ ગાલામાં પોતાનો પહેલો ભવ્ય દેખાવ રજૂ કર્યો, જ્યાં તેણે સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ થીમ સાથે જોડાયેલા કાળા સબ્યસાચીના સૂટ અને ગોલ્ડન જ્વેલરી પહેરીને એક આકર્ષક એન્ટ્રી કરી. શાહરૂખે સ્ટાઇલિશ બ્લેક સૂટ, ‘SRK’ અને ‘K’ અક્ષરોવાળા બે ગળાનો હાર, ચાર વીંટીઓ, એક સ્ટાઇલિશ ઘડિયાળ અને સોનેરી ડીટેલ વાળી લાકડી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. બ્લેક ચશ્માએ તેના દેખાવને વધુ નિખાર્યો હતો. શાહરૂખે બ્લુ કાર્પેટ પર ખુલ્લા હાથે પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા. તે જ સમયે ડિઝાઇનર સબ્યસાચી પણ તેની સાથે વાઈટ આઉટફિટમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: વિરાટ કોહલીના એક લાઇકથી હડકંપ, અવનીત કૌરના 20 લાખ ફોલોવર્સ વધ્યા, નેટ વર્થમાં પણ વધારો
કિયારા અડવાણી બેબી બમ્પ (Kiara Advani Baby Bump)
કિયારા અડવાણી પહેલીવાર મેટ ગાલા 2025 માં બહાર આવી હતી. તેણે ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના ખાસ ડ્રેસમાં જોવા મળી હતી. તે ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં બ્લુ કાર્પેટ પર હાજર થનારી ચોથી બોલિવૂડ અભિનેત્રી બની હતી. કિયારા ‘બ્રેવહાર્ટ’ લુકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
દિલજીત દોસાંઝ (Diljit Dosanjh)
દિલજીત દોસાંઝ (Diljit Dosanjh)
દિલજીત દોસાંઝે મેટ ગાલા 2025માં ભવ્ય એન્ટ્રી કરી અને પોતાની પંજાબી સંસ્કૃતિને સંપૂર્ણ ભવ્યતાથી દુનિયા સમક્ષ રજૂ કરી. પ્રખ્યાત ડિઝાઇનર પ્રબલ ગુરુંગ દ્વારા બનાવેલા ‘મહારાજા લુક’માં, દિલજીત ઓફ-વ્હાઇટ અચકન, પાયજામા અને પાઘડીમાં જોવા મળ્યો હતો. જેમાં પંજાબનો નકશો, ખાસ પ્રતીકો અને ગુરુમુખીમાં લખેલા શબ્દો હતા. સ્ટાઇલિસ્ટ અભિલાષા દેવનાનીએ પોતાના લુકને અનેક ગળાનો હાર, પાઘડીના ઘરેણાં અને તલવારથી કંપ્લીટ કર્યો હતો. આ લુકે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી.
મેટ ગાલા 2025 ઈશા અંબાણી (Met Gala 2025 Isha Ambani)
ઈશા અંબાણીએ મેટ ગાલા 2025માં પાંચમી વખત અદભુત લુકમાં જોવા મળી હતી. તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાના સિગ્નેચર બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડ ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું. આફ્રિકન કાપડ અને વૈશ્વિક કારીગરીથી પ્રેરિત થઈને, અનામિકાએ આ ડ્રેસ બનાવ્યો, જેને બનાવવામાં 20,000 કલાકથી વધુ સમય લાગ્યો, જેમાં અંબાણી પરિવારના અંગત સંગ્રહમાંથી મોતી, કિંમતી પથ્થરો અને રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈશાએ પોતાના લુકને મોટા હીરા અને ચમકતા મોતીના ઘરેણાંથી સજાવ્યો હતો.