Madhuri Dixit Skin Care Tips News In Gujarati : બોલિવૂડની ધક-ધક ગર્લ 57 વર્ષની છે, પરંતુ તેને કે તેની તસવીરોને જોતાં બિલકુલ એવું લાગતું નથી. માધુરી દીક્ષિત અત્યારે પહેલા કરતા પણ વઘુ સુંદર અને ગ્લોઇંગ સ્કીન ધરાવે છે. દરેક છોકરી માધુરી દીક્ષિત જેવી યંગ અને ગ્લોઈંગ સ્કિન ઈચ્છે છે. 60 વર્ષની ઉંમરથી થોડાક જ ડગલાં દૂર ધક ધક ગર્લ આજે પણ પોતાની ચમકથી યુવા અભિનેત્રીઓને માત આપે છે. તેથી જ છોકરીઓ બ્યુટી પ્રોડક્ટ્સ અને સ્કિન ટ્રીટમેન્ટ પર હજારો ખર્ચ કરવા તૈયાર હોય છે જેથી તેઓ અભિનેત્રી જેવી સુંદર ત્વચા મેળવી શકે. પરંતુ કેમિકલ આધારિત વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ ત્વચાના રંગ અને પોતની જાત માટે નુકસાનકારક છે.
જો કે, માધુરી દીક્ષિત જેવી ચમક અને સુંદરતા પામવા માટે તમારે હજારો કે લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમે ધક-ધક ગર્લનું રૂટીન સ્કીન કેર ટીપ્સને અનુસરીને પણ સારું પરિણામ મેળવશો.
માધુરી દીક્ષિતે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ત્વચાના બે ભાગ હોય છે. એક આંતરિક છે, જે આપણા આહાર સાથે સંબંધિત છે અને બીજું બાહ્ય છે, જે આપણા સૌંદર્ય ઉત્પાદનોથી પ્રભાવિત છે. જો તમે પણ તમારી ત્વચાને પોષણયુક્ત અને યુવાન રાખવા માંગતા હોય તો બંને બાજુથી કાળજી લેવી જરૂરી છે.
દિવસના અંતે અથવા જ્યારે પણ તમે સૂઈ જાઓ ત્યારે તમારો મેકઅપ કાઢી નાંખો, કારણ કે દિવસની ગંદકી તમારી ત્વચા પર જમા થઈ જાય છે જે મેકઅપ સાથે મિક્સ થવાથી એલર્જી પેદા કરી શકે છે. ચહેરાની સફાઈ કર્યા પછી ટોનરનો ખાસ ઉપયોગ કરવો. માધુરી દીક્ષિત પોતે પણ દરરોજ ટોનર લગાવે છે.
રાત્રે ત્વચાને સાફ કર્યા પછી તેના પર વિટામિન સી સીરમ લગાવો અને સવારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કરવા માટે, તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો અને સારા એસપીએફ સાથે સનસ્ક્રીન લગાવો.
તમે અઠવાડિયામાં બે વાર ત્વચા પર ફેસ માસ્ક પણ લગાવી શકો છો, જે તમારા રંગને અંદરથી સુધારશે. માધુરી દીક્ષિત તેની ત્વચા પર ઓટ્સ, ગુલાબજળ અને મધનું ફેસ પેક લગાવે છે. કોમળ ત્વચા માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. સ્પષ્ટ અને ચમકતી ત્વચા માટે ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવાની આદત પાડો.
ફળોમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચામા અંદરથી સકારાત્મક સુધાર લાવે છે. જો તમને જ્યુસ પીવાનું પસંદ હોય તો સારા પરિણામ માટે ફળ ખાવાની ટેવ પાડો.
ઊંઘ અને ત્વચા વચ્ચે ઊંડો સંબંધ છે. જો તમને ઘણા દિવસો સુધી પૂરતી ઊંઘ ન મળે તો આંખોની નીચે ડાર્ક સર્કલ અને ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે, તેથી ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લો.