OTT Release This Week | આ અઠવાડિયે સન ઓફ સરદાર 2 (Son of Sardaar 2) અને ધડક 2 (Dhadak 2) જેવી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ જો તમે ઘરે બેઠા મનોરંજન કરવા માંગતા હો તો આ વિકેન્ડ ઓટીટી પર વિવિધ સ્ટાઇલની ઘણી ફિલ્મો અને વેબ સિરીઝઓ આવી રહી છે. જેને તમે તમારા પરિવાર સાથે ઘરે બેસીને જોઈ શકો છો.અહીં જાણો વિકેન્ડમાં ઓટીટી પર કઈ મુવીઝ અને સિરીઝ રિલીઝ થવાની છે.
લાંબા વિકેન્ડ પર આ વખતે જોરદાર ઘરેજ મનોરંજન મળી રહેશે, ઓટીટી પર આ અઠવાડિયે તમે તમારા પરિવાર સાથે તો આ નવી મુવીઝ અને વેબ સિરીઝ જોઈ શકો છો.જુઓ લિસ્ટ
સિતારે જમીન પર (Sitaare Zameen Par)
સિતારે જમીન પર સિનેમાઘરોમાં જોવાનું ચૂકી ગયા છો, તો હવે તમે તેને તમારા પરિવાર સાથે ઘરે જોઈ શકો છો. ‘સિતારે જમીન પર’ 1 ઓગસ્ટથી યુટ્યુબ પર પે-પર-વ્યૂ મોડેલ હેઠળ ઉપલબ્ધ થશે. જ્યાં તમે તેને જોઈ શકો છો.
ચીફ ઓફ વોર (Chief of War)
ચીફ ઓફ વોર સિરીઝ 18મી સદીના અંતમાં હવાઈની સ્ટોરી કહે છે અને તેમાં જેસન મોમોઆ કૈના નામના યોદ્ધાની ભૂમિકા ભજવે છે જે વિદેશથી ઘરે પરત ફરે છે અને પોતાના દેશને આંતરિક ઝઘડા અને વિદેશી શક્તિઓના ખતરાથી ત્રાસી ગયેલો જુએ છે. 9-એપિસોડની આ સિરીઝ 1 ઓગસ્ટથી એપલ ટીવી પર સ્ટ્રીમ થશે.
માય ઓક્સફર્ડ યર (My Oxford Year)
નેટફ્લિક્સ પર 1 ઓગસ્ટથી ‘માય ઓક્સફર્ડ યર’ રોમાંસ અને સેલ્ફ ડિસ્કવરીની સફર દર્શાવશે કારણ કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લવસ્ટોરીની શરૂઆત સાથે એક અમેરિકન છોકરીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
થમ્મુડુ (Thammudu)
થમ્મુડુ ભાઈ અને બહેનની ઈમોશનલ સ્ટોરીને એક્શન સાથે જોડીને દર્શાવતી ફિલ્મ છે, આ 1 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પ્રેમ, બલિદાન અને હિંમતની ભાવુક સ્ટોરી દર્શાવે છે.
હાઉસફુલ 5 (Housefull 5)
અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન સ્ટારર મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ 5 હવે થિયેટરોમાં રિલીઝ થયાના લગભગ બે મહિના પછી ઓટીટી પર સ્ટ્રીમિંગ માટે તૈયાર છે. આ ફિલ્મ 1 ઓગસ્ટથી પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. જો તમે આ ફિલ્મ થિયેટરોમાં જોવાનું ચૂકી ગયા હો તો હવે તમે તેને ઘરે બેઠા જોઈ શકો છો.





