Saiyaara Cast First Choice | મોહિત સૂરીની ફિલ્મ સૈયારા (Saiyaara) એ નવોદિત કલાકાર અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પદ્દા (Aneet Padda) ને રાતોરાત પોપ્યુલર બની ગયા છે, પરંતુ તાજેતરના અહેવાલો સૂચવે છે કે ફિલ્મ માટે પહેલા શેરશાહની જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, તે આખરે બની શક્યું નથી, જાણો કારણો?
સૈયરામાં જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હોત?
મોહિત સૂરીની ફિલ્મ સૈયારા બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે, સૈયારા બ્લોકબસ્ટર બની વિશ્વમાં 400 કરોડનો આંકડો પાર કર્યો છે. પરંતુ નવા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે અહાન પાંડે અને અનિત પદ્દાની શરૂઆતની પસંદગી નહોતી.ધર્મા પ્રોડક્શન્સ દ્વારા શેરશાહમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓનસ્ક્રીન જોડી તરીકે ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા . જ્યારે તેમને સૈયારામાં કાસ્ટ કરવાની શરૂઆતની વાતચીત શરૂ થઈ હતી, પરંતુ આખરે તે સફળ થઈ ન હતી.
અગાઉના એક ઇન્ટરવ્યુમાં, મોહિત સૂરીએ વાત કરી હતી કે તે ‘સૈયારા’માં કેટલાક જાણીતા નામોને મુખ્ય ભૂમિકામાં કેવી રીતે લેવા માંગે છે . જોકે, નિર્માતા આદિત્ય ચોપરાએ કહ્યું હતું કે ફિલ્મમાં નવા ચહેરાઓની જરૂર છે. મોહિત સૂરીએ જ્યારે તેમને પ્રશ્ન કર્યો ત્યારે આદિત્ય ચોપરાએ એમ પણ ઉમેર્યું હતું કે તેઓ નવા કલાકારોમાં રોકાણ કરશે. મોહિત સૂરીએ અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે શ્રદ્ધા કપૂર સાથે એક વિલન (2014) માં કામ કર્યું હતું, જે હિટ રહી હતી.
Aneet Padda OTT Debut | સૈયારાની સક્સેસ બાદ અનિત પડ્ડા ઓટીટી તરફ જશે? વેબ સિરીઝમાં જોવા મળી શકે
સૈયારા મુવી (Saiyaara Movie)
યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મ પ્રેમ અને હાર્ટબ્રેકને કરુણ રીતે રજૂ કરે છે. આ ફિલ્મમાં નવોદિત કલાકાર અહાન પાંડે એક સંઘર્ષશીલ સંગીતકાર ક્રિશ કપૂરની ભૂમિકામાં છે, જ્યારે અનિત પડ્ડા એક યુવાન લેખિકા વાણી બત્રાની ભૂમિકામાં છે, જે અલ્ઝાઈમર રોગથી પીડાય છે. મોહિત સૂરીની સંગીતમય ફિલ્મ સૈયારા સૌપ્રથમ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓફર કરવામાં આવી હતી. જોકે અપેક્ષા મુજબ બધું સફળ ન થયું અને અહાન પાંડે અને અનિત પદ્દાને મુખ્ય જોડી બનાવવામાં આવી છે.