Kiara Advani | શેરશાહ ના સેટ પર લવ સ્ટોરીની શરૂઆત થઇ? કિયારા અડવાણી ક્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાના પ્રેમમાં પડી?

કિયારા અડવાણી બર્થ ડે સ્પેશિયલ | આજે કિયારા અડવાણી તેનો 34 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે, એવામાં અહીં સેલિબર્ટી બર્થ ડે (Celebrity Birthday) સિરીઝમાં જાણો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઇ હતી?

Written by shivani chauhan
July 31, 2025 02:00 IST
Kiara Advani | શેરશાહ ના સેટ પર લવ સ્ટોરીની શરૂઆત થઇ? કિયારા અડવાણી ક્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાના પ્રેમમાં પડી?
kiara advani love story

Kiara Advani Love Story In Gujarait | ટીવી અભિનેતા હિમાંશુ મલ્હોત્રાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનીત “શેરશાહ” સહિત અનેક લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણે મેજર રાજીવ કપૂરનું પાત્ર ભજવ્યું હતું. તાજતેરમાં સ્ક્રીન સાથેની વાતચીતમાં, હિમાંશુએ “શેરશાહ” ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ પર પ્રતિબિંબ પાડ્યો, એક્ટરએ ખાસ કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) વચ્ચેના પ્રેમના શરૂઆત વિશે પણ જણાવ્યું છે,

બોલીવુડની જાણીતી એકટ્રેસ કિયારા અડવાણીએ 15 જુલાઈએ પુત્રીને જન્મ આપ્યા બાદ હવે કપલ પેરેન્ટીંગ ફેજ ઇન્જોય કરી રહી રહ્યું છે, આજે કિયારા અડવાણી તેનો 34 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે, એવામાં અહીં સેલિબર્ટી બર્થ ડે (Celebrity Birthday) સિરીઝમાં જાણો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઇ હતી?

હિમાંશુ મલ્હોત્રાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવાનો અનુભવ પણ યાદ કર્યો “સિદ્ધાર્થ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. અમે કારગિલમાં હતા. મેં ત્યાં 20 દિવસ શૂટિંગ કર્યું, અને તે 30-32 દિવસ ત્યાં રહ્યો હતો.”

કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા લવ સ્ટોરી

હિમાંશુ મલ્હોત્રાએ ફિલ્મના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા પ્રેમમાં પડ્યાએ વિશે જણાવ્યું કે, “અમને તેમની પ્રેમકથા વિશે બહુ ખબર નહોતી, પણ તેમની લવ સ્ટોરી આગળ વધતી જોઈ હતી. પાલનપુરમાં અમે બંનેને સાથે જોયા હતા. ત્યાં જ અંતિમ સંસ્કારનું શૂટિંગ થયું હતું. તે જ સમયે અમે કિયારાને જોઈ હતી, કારણ કે તે પછી અમે કારગિલ ગયા હતા. તેઓ ત્યારે જ પ્રેમમાં પડ્યા હશે. અમે તેમને મળ્યા, ફોટા પાડ્યા અને અમે બધા સાથે બેઠા. તેમની લવ સ્ટોરીનો સ્પાર્ક ત્યાંથી જ શરૂ થયો હશે, કદાચ જ્યાં તેઓએ ચંદીગઢ ભાગનું શૂટિંગ કર્યું હતું.”

સિદ્ધાર્થ-કિયારા પહેલીવાર ક્યાં મળ્યા?

વાસ્તવમાં તેમના અફેર વિશે કોઈને ખ્યાલ નહોતો. તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે તેઓ ‘લસ્ટ સ્ટોરી’ની રેપ-અપ પાર્ટીમાં મળ્યા હતા. અહીં જ બંનેએ પહેલીવાર એકબીજાને જોયા હતા.’કોફી વિથ કરણ 7’માં કિયારાએ કહ્યું હતું કે તે એ દિવસને ક્યારેય ભૂલી શકતી નથી.

કિયારા અડવાણી પ્રપોઝ

સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણી ને તેના પરિવાર સાથે રોમના પ્રવાસે લઈ ગયો હતો. રોમમાં જ ડિનર પછી સિદ્ધાર્થે કિયારાને ઘૂંટણિયે પ્રપોઝ કર્યું, જેને જોઈને કિયારા આશ્ચર્યચકિત થઈ ગઈ. સિદ્ધાર્થે કિયારાને ઘૂંટણિયે બેસીને ફિલ્મ ‘શેરશાહ’નો ડાયલોગ “દિલ્લી કા સીધા-સાધા લોન્ડા હૂં” કહીને પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ અભિનેત્રીએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન (Kiara Advani Sidharth Malhotra Wedding)

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ 2023માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2023 માં રોઝ ડે નિમિત્તે, 7 ફેબ્રુઆરીએ, બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. બંનેએ ખૂબ જ ખાનગી રીતે લગ્ન કર્યા હતા. કપલએ તાજતેરમાં 15 જુલાઈએ ઘરે દીકરીનો જન્મ થયો છે.

War 2 Song | વોર 2 નો આગામી રોમેન્ટિક ટ્રેક કિયારા અડવાણીના બર્થ ડે પર રિલીઝ થશે?

કિયારા અડવાણી મુવીઝ (Kiara Advani Movies)

કિયારા અડવાણીએ અનેક સફળ બોલિવૂડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ તેની મહત્વની સક્સેસ ફિલ્મોમાં શેરશાહ, કબીર સિંહ, ગુડ ન્યૂઝ, ભૂલ ભુલૈયા 2, અને સત્યપ્રેમ કી કથા તેણીએ લસ્ટ સ્ટોરીઝ , ગિલ્ટી, જુગ જુગ જીયો સામેલ છે. હવે એકટ્રેસ વોર 2 ફિલ્મમાં જોવા મળશે આ ફિલ્મ 14 ઓગસ્ટ 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ