Kesari Chapter 2 Trailer | કેસરી ચેપ્ટર 2 ટ્રેલર રિલીઝ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર કાનૂની લડાઈ શરૂ! અક્ષય કુમાર અનન્યા પાંડે વકીલની ભૂમિકામાં

Kesari Chapter 2 | કેસરી ચેપ્ટર 2 ફિલ્મ 13 એપ્રિલ, 1919 ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી શરૂ થયેલી કાનૂની લડાઈ પર આધારિત છે. અક્ષય કુમાર વકીલ શંકરન નાયરની ભૂમિકા ભજવે છે

Written by shivani chauhan
April 03, 2025 15:24 IST
Kesari Chapter 2 Trailer | કેસરી ચેપ્ટર 2 ટ્રેલર રિલીઝ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર કાનૂની લડાઈ શરૂ! અક્ષય કુમાર અનન્યા પાંડે વકીલની ભૂમિકામાં
કેસરી ચેપ્ટર 2 ટ્રેલર રિલીઝ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર કાનૂની લડાઈ શરૂ! અક્ષય કુમાર અનન્યા પાંડે વકીલની ભૂમિકામાં

Kesari Chapter 2 | કેસરી ચેપ્ટર 2 (Kesari Chapter 2) અક્ષય કુમાર (Akshay Kumar) ,અનન્યા પાંડે (Ananya Panday) અને આર માધવન અભિનીત છે જે મહિનાના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આજે 3 માર્ચ, 2025 ગુરુવારે ધર્મા પ્રોડક્શન્સે કેસરી ચેપ્ટર 2 ટ્રેલર (Kesari Chapter 2 trailer) રિલીઝ કર્યું છે.

કેસરી ચેપ્ટર 2 ફિલ્મ 13 એપ્રિલ, 1919 ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી શરૂ થયેલી કાનૂની લડાઈ પર આધારિત છે. અક્ષય કુમાર વકીલ શંકરન નાયરની ભૂમિકા ભજવે છે, જેમણે અમૃતસરમાં “નરસંહાર” કરવા બદલ બ્રિટિશ સામ્રાજ્ય પર દાવો માંડ્યો હતો. આ હત્યાકાંડમાં ઓછામાં ઓછા 1,650 લોકો માર્યા ગયા હતા.

કેસરી ચેપ્ટર 2 ટ્રેલર (Kesari Chapter 2 Trailer)

અક્ષય કુમાર વકીલના પાત્રમાં હત્યાકાંડના ગુનેગાર જનરલ ડાયરને પ્રશ્ન કરે છે, જે ખોટો દાવો કરે છે કે જલિયાંવાલા બાગની અંદર ભીડ આતંકવાદીઓની હતી. ‘આઠ મહિનાના બાળકોના હાથમાં તમે કયા હથિયારો જોયા? તેમના કડા? કે તેમની મુઠ્ઠીઓ?’ શંકરન નાયર જાણવા માંગે છે, કારણ કે તેનો સામનો બ્રિટિશ સામ્રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા આર માધવનના નેવિલ મેકકિનલી સામે થાય છે. અનન્યા પાંડે પણ ફિલ્મમાં વકીલ તરીકે દેખાય છે.

હત્યાકાંડ પછીના વર્ષોમાં, બ્રિટિશ સરકાર પાસેથી માફીની માંગણીઓ કરવામાં આવી રહી છે. 2019 માં બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ હત્યાકાંડ માટે દિલગીરી વ્યક્ત કરી હતી પરંતુ તેના માટે માફી માંગી ન હતી. અગાઉ 2021 માં શૂજિત સરકાર દ્વારા દિગ્દર્શિત અને વિકી કૌશલ અભિનીત ફિલ્મ સરદાર ઉધમ પણ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર આધારિત હતી. આ પ્રશંસનીય ફિલ્મ ઉધમ સિંહ દ્વારા 1919 માં પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ ડાયરની હત્યાના પ્રયાસ પછી બની હતી.

આ પણ વાંચો: Sikandar Box Office Collection Day 4 | સલમાન ખાનની ફિલ્મ સિકંદર બે દિવસમાં 100 કરોડ પાર કરશે? ચોથા દિવસે આટલી કરી કમાણી

કેસરી ચેપ્ટર 2 માં અક્ષય કુમાર, અનન્યા પાંડે આર માધવન મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મ કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને લીઓ મીડિયા કલેક્ટિવ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કરણ સિંહ ત્યાગી અને અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરમાં રિલીઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ