Anant Ambani Radhika Merchant Wedding: અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ અને વિદેશથી ઘણા મહેમાનો આવ્યા હતા. મુકેશ અંબાણીના નાના પુત્ર આકાશ અંબાણીના ગ્રાન્ડ મેરેજ અટેન્ડ કરનાર મહેમાનો પોતાના અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. હાલ એક જાણીતી કન્ટેન્ટ ક્રિએટર કાવ્યા કર્ણાટકની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેણે અનંત રાધિકા લગ્નમાં આવવાની ઓફર નકારી દીધી હતી. અનંત રાધિકાના લગ્નમાં ન જવાનું કારણ જાણી તમે ચોંકી જશો.
ફેમસ કન્ટેન્ટ ક્રિએટર કાવ્યા કર્ણાટક ભારતની ઝડપથી ઉભરી રહેલી એજ્યુકેશન ઇન્ફ્લુએન્સર છે, કાવ્યાએ માત્ર 10 મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ હાંસલ કરી લીધા હતા. પરંતુ આજકાલ કાવ્યા તેના કન્ટેન્ટને કારણે નહીં પરંતુ અંબાણી તરફથી મળેલી ઓફરને કારણે ચર્ચામાં છે. લિંક્ડઇન પરની પોસ્ટમાં કાવ્યાએ જણાવ્યું હતું કે અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નને કવર કરવા માટે તેને 3.6 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેણે આ ઓફર કેમ નકારી કાઢી તેના વિશે જણાવ્યું છે.
કાવ્યા કર્ણાટકે તેની પોસ્ટ પર શું લખ્યું છે?
કાવ્યા કર્ણાટકે એક પોસ્ટમાં લખ્યું છે કે તે અંબાણીના લગ્નની ભીડમાં જોડાવા માંગતી નથી. તે ત્યાં જઈને પોતાના કન્ટેન્ટ અને બ્રાન્ડ સાથે સમાધાન કરવા માંગતી નહોતી. જ્યારે જિયોએ તેના ઈન્ટરનેટ ચાર્જિસમાં વધારો કર્યો ત્યારે મને અંબાણી જેવી કોર્પોરેટ જાયન્ટને પ્રમોટ કરવાનું મન નહોતું થતું. મારે મારા ફેન્સ પ્રત્યે પ્રમાણિક રહેવું હતું અને આ લગ્નને પ્રોત્સાહન આપીને તેમનો વિશ્વાસ તોડવો ન હતો.
કાવ્યા કર્ણાટક એ એમ પણ કહ્યું હતું કે અંબાણીના લગ્નમાં સામેલ થવું તેના મૂલ્યોની વિરુદ્ધ છે. આવી ઘટનાને પ્રોત્સાહન આપવું ભ્રામક છે. મારી પ્રામાણિકતા સાથે, હું પ્રેક્ષકોનો પ્રેમ જાળવી રાખવા માંગુ છું, હું આવા આર્થિક લાભ ઇચ્છતી નથી. કાવ્યાએ જણાવ્યું કે, આ પ્રમોશન માટે તેને 3.6 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, જેને નકારવી સહેલી નહોતી. કાવ્યાએ કહ્યું કે તેના માતા-પિતા પણ ઇચ્છતા હતા કે હું આ ઓફર સ્વીકારું, પરંતુ મેં તે સ્વીકારી નહીં.
કાવ્યા કર્ણાટક કોણ છે?
કાવ્યા કર્ણાટકના યૂટ્યૂબ પર 7 લાખ સબસ્ક્રાઇબર્સ છે અને 16 લાખથી વધુ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. કાવ્યા કર્ણાટક તેના અનુયાયીઓને ભારતની વિવિધ સંસ્કૃતિઓ વિશે શીખવે છે. લેડી શ્રી રામ કોલેજમાં અભ્યાસ કરતી કાવ્યા કર્ણાટકે અનેક એવોર્ડ જીત્યા છે.
આ પણ વાંચો | ના સિલ્ક ના શાટીન રાધિકા મર્ચન્ટ એ પહેર્યો ખાસ લહેંગો, ખાસિયત જાણી રહી જશો દંગ
અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ લગ્ન ખર્ચ
તમને જણાવી દઇએ કે, અનંત રાધિકાના લગ્ન માં મુકેશ અંબાણીએ 5000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ગ્રાન્ડ વેડિંગમાં ઘણા પ્રી-વેડિંગ, ઇટલીમાં ક્રૂઝ પાર્ટી જેવી ઘણી ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમા રિહાના, કિમ કર્દાશિયન, જસ્ટિન વેબર જેવી અનેક હસ્તીઓએ પર્ફોર્મન્સ કર્યું હતુ. લગ્ન બાદ અનંત રાધિકાનું ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતુ. ભારતના ઘણા જાણીતા ઈનફ્લુએન્સર રિસેપ્શનમાં પહોંચ્યા હતા, અને તેમણે અંબાણીના લગ્નને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જોરશોરથી પોસ્ટ કર્યા હતા.