Katrina Kaif Vicky Kaushal | કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) બોલિવૂડના સૌથી પ્રિય અને લોકપ્રિય કપલમાંથી એક છે. થોડા સમય માટે સિક્રેટલી ડેટિંગ કર્યા બાદ આ જોડીએ 9 ડિસેમ્બર 2021 ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલ વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે, કપલના લગ્નને આજે 3 વર્ષ પુરા થયા છે. દંપતીના લગ્ન બાદ એકબીજા પર પડેલા સકારાત્મક પ્રભાવ વિશે અહીં વાત કરી છે.
કેટરીના કૈફ અને વિકી કૌશલના કેટલાક ખાસ કિસ્સાઓ વિશે કપલે ઇન્ટરવ્યૂમાં કરેલ કેટલીક વાતો અહીં શેર કરી છે,
કેટરિના કૈફ વિકી કૌશલ લગ્નની ત્રીજી વર્ષગાંઠ (Katrina Kaif Vicky Kaushal 3rd Marriage Anniversary)
વિકી કૌશલે કેટરિના કૈફને પોતાની ફેશન આર્મીની ‘સુબેદાર’ કહી હતી. GQ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં વિકી કૌશલે તેની પત્ની કેટરિના કૈફની તેની ફેશન પરના પ્રભાવ વિશે વાત કરી હતી. તેણે સ્વીકાર્યું કે તે “ફેશન વિશે એટલું કઈ જાણતો નથી અને ફેશનને લઈને કેટરીના પર આધાર રાખે છે. તેને આગળ પૂછવામાં આવ્યું કે શું તેની પત્નીએ તેને ક્યારેય આઉટફિટ બદલવા માટે કહ્યું છે તો વિકીએ ઉતાવળથી કબૂલ્યું, “હા, અલબત્ત. તે તે સૈન્યના પ્રિફેક્ટ, તે સૈન્યના સુબેદાર જેવી છે.”
આ પણ વાંચો: ધો-10 પાસ ચાવાળો KBC-16 માં જીત્યો મોટી રકમ, એક સમયે બેંક એકાઉન્ટમાં હતા માત્ર 300-400 રૂપિયા
બીબીસી એશિયન નેટવર્ક સાથેની વાતચીત દરમિયાન વિકીએ જણાવ્યું કે તે અભિનેત્રીથી મોહિત થવાનું કારણ તે સુપરસ્ટાર છે તેવું નથી. હું હંમેશા તેનો સાથ આપીશ તે એક સુપરસ્ટાર છે એટલા માટે નહીં, પરંતુ કારણ કે તે દિલથી સુપરસ્ટાર જેવી છે અને તેથી હું એને પ્રેમ કરું છું. તેમાંથી હું શીખું છું.’
વિકી કૌશલએ સ્વીકાર્યું કે તેની પત્ની તેને કંપ્લીટ કરે છે, તેને બેસ્ટ બનવાથી લઈને તેને “રિયાલિટી ચેક” કહે છે. કેટરીના તેને ગ્રાઉન્ડ રાખે છે અને તેને પોતાનું વધુ સારું વરઝ્ન બનવામાં મદદ કરવા રચનાત્મક પ્રતિસાદ આપે છે.
આ પણ વાંચો: Ananya Panday | અભિનેતાઓની ફી સાંભળીને અનન્યા પાંડે ચોંકી ગઈ, આ વાતનો કર્યો ખુલાસો
ન્યૂઝ તક સાથેની વાતચીત દરમિયાન, વિકીએ ખુલાસો કર્યો કે ‘સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવા છતાં તેની પત્નીને વિકીની માતા દ્વારા તૈયાર કરેલા પરાંઠા ખાવાનું પસંદ છે. “અમારા લગ્ન પરાઠાએ પૅનકૅક્સ સાથે લગ્ન કર્યા છે એમ છે. તે એક જ છે. કેટરીનાને પૅનકૅક્સ પસંદ છે અને મને પરાઠા પસંદ છે.’
એએનઆઈ સાથેના અન્ય એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો કે પહેલા તે સફેદ માખણ અને પરાઠા પસંદ કરતો હતો, પરંતુ હવે તેની પત્ની પણ પરાઠા ખાવાનું પસંદ કરે છે.
કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન (Katrina Kaif and Vicky Kaushal Marriag)
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ રિસોર્ટમાં થયા હતા. લગ્નની ઉજવણી એકબીજા સાથે બંધનને પ્રોત્સાહિત કરવા અને ક્ષણનો આનંદ માણવા માટે નો-ફોન નીતિ સાથે અત્યંત ખાનગી બાબત હતી.
કેટરીના કૈફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. આ દરમિયાન વિકી પાસે તેની કીટીમાં પ્રોજેક્ટ્સની રોમાંચક લાઇન-અપ છે, જે ચાહકોની અપેક્ષા વધારે છે.આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત બાયોપિક રશ્મિકા મંદન્ના સાથે લક્ષ્મણ ઉતેકરનું પિરિયડ-ડ્રામા છાવામાં જોવા મળશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર પણ છે.