Katrina Kaif : બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂક્યું છે. રણબીર કપૂર દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફને ડેટ કરી ચૂક્યો છે. કેટરીના કૈફને એકવાર આલિયા ભટ્ટ સાથે તેની મિત્રતા અને દીપિકા પાદુકોણ સાથે તેના સંબંધ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે મામલે એક્ટ્રેસે ખુલીને વાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રણબીર કપૂરે દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપ પછી કેટરીના કૈફને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. રણબીર કપૂર અને કેટરીના કૈફ 2009થી 2016 સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. પરંતુ રણબીરની ફેમિલી કેટરીના કૈફને બિલકુલ પસંદ ન્હોતી કરતી તેથી બંને અલગ થઇ ગયા.
આ પછી રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે સંપર્કમાં આવ્યો. રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. હાલમાં તેઓ દીકરી રાહાના માતા-પિતા છે.
કેટરિના કૈફને 2019માં એલે ઇન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, તે આલિયાની મિત્ર કેવી રીતે બની? અને દીપિકા સાથે તેના સંબંધો કેવા છે?
આ સવાલનો જવાબ આપતા કેટરીના કેફૈ કહ્યું કે, ‘આ એક અહેસાસથી આવે છે કે કે આ બધુ મહત્ત્વનું નથી. તમારી અંદર નારાજગી કે ગુસ્સો ભરી રાખવાથી સ્થિતિમાં કોઇ બદલાવ નહીં થાય.પરતુ હું માણસ છું. હા મને ખરાબ લાગે છે. હું રડુ છું પણ હું ફરી ઉભી થઉં છું અને કહું છું બધુ બરાબર છે.
આ પણ વાંચો : અનંત અંબાણી રાધિકા મર્ચેન્ટ વેડિંગ ડેટ કન્ફર્મ? લંડનમાં નહીં અહીં કરશે લગ્ન
કેટરીના કૈફે દીપિકા પાદુકોણ સાથે તેના સંબંધો અંગે કહ્યું કે, ને હવે આમારી વચ્ચે કોઇ દુશ્મની કે અસહજતા મહેસૂસ નથી થતી.