Katrina Kaif’s Business Empire | કેટરીના કૈફ (Katrina Kaif) ને તેના કરિયરની શરૂઆતથી જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત ‘બ્યુટી કિવન’ તરીકે અવગણવામાં આવી છે. એકટ્રેસએ વર્ષ 2007 ફિલ્મ નમસ્તે લંડન ખૂબ જ સફળ થઈ હતી, જેમાં દર્શકોએ કેટરીનાની અભિનય કુશળતાને ઓળખી હતી.
કેટરિના કૈફએ ઘણી હિટ મુવીઝ આપ્યા બાદ બિઝનેસમાં કેવી રીતે આવી?
કેટરિના કૈફ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારત, ઝીરો, રાજનીતિ અને એક થા ટાઇગર જેવી મુવી સાથે તેણે 2019 માં તેની બ્યુટી બ્રાન્ડ કે બ્યુટી લોન્ચ કરીને તેની ‘પ્રિટી ગર્લ’ ઇમેજને એક શક્તિશાળી બિઝનેસ ચાલમાં ફેરવવાનું નક્કી કર્યું હતું. પરંતુ કેટરિના ટોપ અભિનેત્રીમાંથી સફળ બિઝનેસમાં કેવી રીતે આવી? અહીં તેની સફર પર એક નજર
કેટરીના કૈફ બ્યુટી બ્રાન્ડ લોન્ચ કરતા પહેલા, કેટરિનાએ 2018 માં અગ્રણી રિટેલ કંપની Nykaa સાથે સંયુક્ત સાહસમાં ₹ 2.04 કરોડનું રોકાણ કર્યું હતું. 2021 સુધીમાં, તે રોકાણ ₹ 22 કરોડ સુધી વધી ગયું હતું. આનાથી કેટરિનાની શાર્પ વ્યવસાયિક સમજ જ નહીં, પણ ઓનલાઈન રિટેલ કંપની સાથેના તેના આગામી બ્યુટી વેન્ચર માટે મજબૂત પાયો પણ નાખ્યો હતો.
મેકઅપ માર્કેટ ખૂબ જ ગીચ અને સ્પર્ધાત્મક હોવા છતાં, કેટરીના એક જ નિર્ણયથી અલગ થવામાં સફળ રહી, વર્ષ 2019 માં Nykaa સાથે બ્રાન્ડની સહ-સ્થાપના કરી હતી. તે તેના મગજની ઉપજ હતી, અને તે ઝડપથી દેશમાં સૌથી વધુ ડિમાન્ડિંગ મેકઅપ બ્રાન્ડ્સમાંની એક બની ગઈ હતી.
કેટરિના કૈફને નાની ઉંમરે મેકઅપ પ્રત્યે આકર્ષણ હતું
કેટરીના કૈફનો મેકઅપ પ્રત્યેનો પ્રેમ કિશોરાવસ્થાથી છે. હાર્પર્સ બજાર ઇન્ડિયા સાથેની એક મુલાકાતમાં, તેણીએ શેર કર્યું કે તે કેવી રીતે મેકઅપ સાથે પ્રયોગ કરતી હતી અને પછીથી એક અભિનેતા અને મોડેલ તરીકે તેની કુશળતાને નિખારતી હતી.
કેટરિના કૈફએ કહ્યું, “મોટી થઈને, મેક-અપ એક આકર્ષણ હતું. હું મોલ્સમાં મેક-અપ કાઉન્ટરની મુલાકાત લેતી અને બધી લિપસ્ટિક અને ફેસ પ્રોડક્ટ્સ જોતી. મને રંગો, ટેક્સચર અને એ હકીકતથી પ્રેમ થઈ ગયો કે તમે તમારા ચહેરાના ચોક્કસ લક્ષણોને વધારી શકો છો અને સૌથી અદ્ભુત દેખાવ બનાવી શકો છો. પછી, એકવાર મેં દેશના બેસ્ટ મેક-અપ કલાકારો સાથે મોડેલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે મેં તેમની પાસેથી બધી યુક્તિઓ અને ટિપ્સ શીખી. મેં મારા અંગત કાર્યમાં ઉપયોગમાં લીધેલી અથવા જોયેલી તકનીકોને સુધારી અને તેને પ્રોફેશનલ ટિપ્સ સાથે લાવી અને જે હું પણ શીખું છું.”
કેટરિના કૈફની બ્રાન્ડ અન્ય સેલિબ્રિટી બ્રાન્ડ સામે ટક્કર
જ્યારે અન્ય લોકો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે કેટરિનાની બ્રાન્ડ ખીલી રહી છે.કૃતિ સેનન , મસાબા ગુપ્તા, દીપિકા પાદુકોણ અને મીરા રાજપૂત એ પણ પોતાના સ્કિનકેર અને બ્યુટી લેબલ્સ લોન્ચ કર્યા છે. જોકે કોઈ પણ કેટરિનાની સફળતાના સ્કેલ સાથે મેળ ખાતું નહોતું. 2024 સ્ટોરીબોર્ડ18 ના રિપોર્ટ મુજબ, દીપિકા પાદુકોણના 82°E એ વર્ષ 2024 ના પ્રથમ નવ મહિનામાં ₹ 25.1 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. રિપોર્ટમાં દીપિકાના બ્રાન્ડની ઊંચી કિંમતને નબળા પ્રદર્શનનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું હતું.
કેટરિના કૈફની બ્રાન્ડની કિંમત (Katrinas brand value)
વર્ષ 2025 માં આ જ અહેવાલ મુજબ, માત્ર છ વર્ષમાં, કેટરીના બ્રાન્ડે દેશમાં સૌથી વધુ વેચાતી કોસ્મેટિક બ્રાન્ડ્સમાં પોતાને સ્થાપિત કરી લીધું છે. તેણે 2025 માં 240 કરોડ રૂપિયાની આવક હાંસલ કરી હતી.
કેટરિના કૈફ નેટવર્થ (Katrina Kaif Net Worth)
કેટરિના કૈફની નેટવર્થ ફિન્કેશ અનુસાર કુલ સંપત્તિ 263 કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે, જેમાં ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને તેના બ્યુટી બ્રાન્ડમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે.