Janhvi Kapoor Param Sundari | જાન્હવી કપૂરે (Janhvi Kapoor) સોશિયલ મીડિયા પર પોતાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) ની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, જેમાં તે સ્કૂટર ચલાવતા શીખી રહી છે. આ તસવીરો સાથે, જાન્હવીએ એક સ્વીટ નોટ પણ લખી છે, જે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. અહી જાણો એકટ્રેસએ શું લખ્યું અને જુઓ ફોટા
જાન્હવી કપૂર લેટેસ્ટ પોસ્ટ (Janhvi Kapoor Latest Post)
જાન્હવી કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને સિદ્ધાર્થ મલ્હોત્રાની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને એવું લાગે છે કે જાહ્નવી સિદ્ધાર્થ પાસેથી સ્કૂટર ચલાવતા શીખી રહી છે. લાલ સાડી અને કાળા ચશ્મા પહેરેલી જાહ્નવીના ચહેરા પરની ખુશી કોઈપણનું દિલ જીતી લેશે. જ્યારે સિદ્ધાર્થ હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ તસવીરોમાં સિદ્ધાર્થ જાન્હવીને મદદ કરતો જોવા મળે છે. આ અદ્ભુત તસવીરો સાથે જાન્હવીએ કેપ્શનમાં લખ્યું, ‘પરમને સ્કૂટર પર ફરવા લઈ જવાનું ખૂબ ગમે છે # પરમસુંદરી’
જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ તસવીરો પર ચાહકોની પ્રતિક્રિયા : મેડોક ફિલ્મ્સે લખ્યું, ‘બેસ્ટ કપલ ગોલ્સ.’ જ્યારે બોલિવૂડ અભિનેતા સંજય કપૂરે લખ્યું, ‘પરમીતને પણ તે ગમે છે.’ એક ચાહકે લખ્યું, ‘તમને સ્કૂટી ચલાવતા આવડતું નથી?’ એક ચાહકે સિદ્ધાર્થની પત્ની અને અભિનેત્રી કિયારા અડવાણીને ટેગ કરીને કમેન્ટ કરી, ‘આ શું છે?’ બીજા ચાહકે લખ્યું, ‘તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો પરમ સુંદરી’ બીજા ચાહકે લખ્યું, ‘તમે બંને અને એક તેલુગુ ગીત’, બીજા ચાહકે લખ્યું, ‘બોલિવૂડ રોમેન્ટિક-કોમેડી.’
પરમ સુંદરી (Param Sundari)
જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં પરમ સુંદરી (Param Sundari) ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 25 જુલાઈ 2025 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પરમના પાત્રમાં જોવા મળશે જ્યારે જાન્હવી કપૂર સુંદરીની ભૂમિકા ભજવશે.