Ganesh Chaturthi 2025 | ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) આજે 27 ઓગસ્ટ, બુધવારે છે આ તહેવાર આખા ભારતમાં ધૂમધામથી ઉજવામાં આવે છે. જેની લોકો આતુરતાથી રાહ જુએ છે. દસ દિવસનો ગણેશ ઉત્સવ આ દિવસથી શરૂ થાય છે. લોકો બાપ્પા એટલે કે ભગવાન શ્રી ગણેશને પોતાના ઘરે લાવે છે અને ખૂબ જ ધામધૂમથી તેમની સેવા કરે છે. જેમાં સેલિબ્રિટીઝ પણ બાકી નથી.
ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને ઘરે સ્થાપના કરે છે અને તેમની સેવ કરે છે. ઘણા સેલેબ્સ દર વર્ષે આ પરંપરાનું પાલન કરે છે. આ વખતે પણ ભારતી સિંહ , સોનુ સૂદથી લઇ હંસિકા મોટવાણી, અંકિતા લોખંડે અને ધનશ્રી સુધી, બધાએ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ભારતી સિંહે આખા પરિવાર સાથે બાપ્પાનું સ્વાગત કર્યું
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા અને પુત્ર ગોલા સાથે જોવા મળી રહી છે. કોમેડિયન ગણેશ ચતુર્થી ના અવસર પર બાપ્પાની મૂર્તિ પણ તેના ઘરે લાવી રહી છે.
સોનુ સૂદે બાપ્પાનું સ્વાગત કર્યું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અભિનેતા સોનુ સૂદ પોતાની કારમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ પોતાના ઘરે લાવતો જોઈ શકાય છે.
અંકિતા લોખંડેનું ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કર્યું
ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે, દર વખતની જેમ આ વખતે પણ તે પોતાના ઘરમાં શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરી રહી છે.
ધનશ્રીએ બાપ્પાની મૂર્તિ ખરીદી
ધનશ્રીએ પણ બાપ્પાની મૂર્તિ ખરીદી અને ઘરે સ્થાપિત કરશે. ગણેશ ચતુર્થીને લઈને સેલિબ્રિટીઝમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અનન્યા પાંડે બાપ્પાનું સ્વાગત કર્યું
અનન્યા પાંડે ગણેશ ચતુર્થી પર પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું જેના ફોટોઝ તેણે પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર મુક્યા છે.
મુકેશ અંબાણીના ઘરે બાપ્પાનું આગમન
મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રેમ અને ભક્તિ સાથે બાપ્પાને ઘરે લાવી રહ્યા છે.
હંસિકા મોટવાણીએ બાપ્પાનું સ્વાગત કર્યું
ઇન્ડિયન એક્સટ્રેસ હંસિકા મોટવાણીનું ઘર બાપ્પાનું સ્વાગત કરતી વખતે દિવ્ય ભાવનાઓથી ભરાઈ ગયું હતું, તે કારમાં ઘરે બાપ્પાને લઇ જતી જોવા મળે છે.