Jio Recharge With Free OTT Subscriptions : ઈન્ટરનેટના આગમન સાથે જ સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે. આપણે શોપિંગથી લઈને બેન્કિંગ અને નેવિગેશન, યુટિલિટી બિલ અને સ્ટડીઝ સુધી દરેક વસ્તુ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. મોબાઇલ એપ્સના સતત વધતા જતા ઉપયોગ સાથે, શ્રેષ્ઠ કનેક્ટિવિટી માટે શ્રેષ્ઠ વિકલ્પ સાથે શ્રેષ્ઠ ડેટા પ્લાન પસંદ કરવો મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે જિયો, એરટેલ, વોડાફોન અને બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે સસ્તા અને બેસ્ટ ડેટા પ્લાન આપે છે.
પોતાના રિચાર્જ પ્લાનમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ એક્સેસની સાથે જ જિયો પોતાના ગ્રાહકોને કેટલાક પ્લાનમાં અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ માટે ફ્રી ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ પણ આપે છે. આ ઓટીટીમાં જિયોહોટસ્ટાર, નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો, સોની લિવ જેવા લોકપ્રિય પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ ડેટા પ્લાન 100 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે ફ્રી ઓટીટી સબસ્ક્રિપ્શન સાથે ડેટા પ્લાન શોધી રહ્યા છો, તો જાણી લો આ રિચાર્જ પ્લાન્સ વિશે.
100 રૂપિયાનો જિયો પ્લાન
તમને જણાવી દઈએ કે જિયોનો આ પ્લાન સૌથી સસ્તો છે અને તેમાં ફ્રી ઓટીટી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં 90 દિવસ માટે કુલ 5જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકો જિયો હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મેળવી શકે છે.
445 રૂપિયાનો જિયો પ્લાન
જિયોના 445 રૂપિયાના પ્લાનમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન ફ્રીમાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ રિચાર્જમાં દરરોજ અનલિમિટેડ કોલ, 100 એસએમએસ મળે છે.
આ સિવાય આ પ્લાનમાં 9 ઓટીટી – સોની લિવ, ઝી 5, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી+, ફેન કોડ, સન એનએક્સટી, પ્લેનેટ મરાઠી, કાંછા લન્નકા, હોઇચોઇ અને ચૌપાલના સબ્સ્ક્રિપ્શન આપવામાં આવ્યા છે. આ સિવાય જિયોટીવી અને જિયોએઆઇક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ ફ્રી છે.
1029 રૂપિયાનો જિયો પ્લાન
રિલાયન્સ જિયોના આ રિચાર્જ પ્લાનમાં પ્રાઇમ વીડિયો સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે અને તે 84 દિવસ માટે વેલિડ છે. આ રિચાર્જમાં યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલ મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આ સિવાય જિયો ટીવી અને એઆઈ ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ ફ્રી છે.
1049 રૂપિયાનો જિયો પ્લાન
રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. પ્લાનમાં અનલિમિટેડ કોલ ઉપલબ્ધ છે. આ સિવાય જિયો પોતાના ગ્રાહકોને આ પ્લાન સાથે સોની લિવ અને ઝી5 ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન આપે છે. આ ઉપરાંત રિચાર્જમાં જિયો ટીવી અને એઆઈ ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.
1299 રૂપિયાનો જિયો પ્લાન
જિયોના આ પ્લાનમાં નેટફ્લિક્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવ્યું છે. આ પ્લાનમાં પણ ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ રિચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ રિચાર્જમાં જિયોટીવી અને એઆઇ ક્લાઉડ પણ ફ્રી છે.