Diwali 2024 । દિવાળી (Diwali) ની ધામધૂમથી ઉજવણી ભારતભરમાં કરવામાં આવી છે. બોલીવુડના ઘણા સેલેબ્સ પણ 31 ઓક્ટોબરના રોજ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જેમાંથી ઘણા સેલિબ્રિટીએ તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, અનન્યા પાંડેથી લઈને કિયારા અડવાણી સુધી બી ટાઉન સેલિબ્રિટીઝનું દિવાળી સેલિબ્રેશન અહીં જુઓ ઝલક
અનન્યા પાંડે દિવાળી સેલિબ્રેશન (Ananya Pandey Diwali Celebration)
અનન્યા પાંડેએ તેના ડાયટમાં ચિટ કરીને અને તેની મનપસંદ લાડુ અને મીઠાઈ ખાતી જોવા મળે છે. એકટ્રેસએ માસીની ફરજ પુરી કરી છે તેણે તેની ક્યુક ભત્રીજી ને ખોળામાં રાખી છે અને એક હાથમાં લાડુ વાળો ફોટો ઇન્સ્ટાગ્રામ શેર કર્યો છે. એકટ્રેસ દિવાળી લુકમાં ચિકનકારી પીચ કલરના પેન્ટસૂટમાં જોવા મળી છે.
આ પણ વાંચો: Bhool Bhulaiyaa 3 Song | ભૂલ ભુલૈયા 3 સોન્ગ રિલીઝ, બાળકોને ગમતા ફની ગીતમાં સોનુ નિગમનો અવાજ
કિયારા અડવાની દિવાળી સેલિબ્રેશન (Kiara Advani Diwali Celebration)
બોલિવૂડના જાણીતા કપલમાંથી એક કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ધામ ધૂમથી દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું, કપલે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સેલ્ફી શેર કરી હતી અને દિવાળીની ફેન્સને વિશ કરી હતી, કિયારા અડવાણી યેલ્લો કલરના આઉટફિટમાં જયારે સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક આઉટિફટમાં જોવા મળ્યો છે.
જાન્હવી કપૂર દિવાળી સેલિબ્રેશન (Janhvi Kapoor Diwali Celebration)
બોલિવૂડ દિવા જાન્હવી કપૂરએ દિવાળી સેલિબ્રેશનના ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. તેણે ગ્લીટરિંગ પિન્ક અને બ્લ્યુ કલરની નેટની ભરતભરેલી સાડીમાં જોવા મળી હતી. તેણે અલગ અલગ પોઝમાં ફોટોઝ શેર છે. જ્વલેરીમાં એકટ્રેસએ લોન્ગ સ્ટડ ઈયરિંગ્સ અને હાથમાં કડા સાથે લુક કંપ્લીટ કર્યો છે.
આ પણ વાંચો: Salman Khan | સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી, 2 કરોડની માંગ, પોલીસ તપાસ શરૂ
રશ્મિકા મંદાના દિવાળી સેલિબ્રેશન (Rashmika Mandanna Diwali Celebration)
રશ્મિકા મંદાના વાઈટ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ચિકનકારી વાઈટ કુર્તા સાથે રેડ અને ગોલ્ડન પેટર્ન વાળા હેવી લહેંગામાં ફોટોઝ શેર કર્યા છે. તેણે અલગ અલગ પોઝમાં હાથમાં દિવા અને ફ્લાવરની ટ્રે રાખીને પણ ફોટોશૂટ કરેલ છે.