CineGram: અમિતાભ બચ્ચન અને રેખા બંનેની પ્રેમ કહાણી મશહૂર છે. જેના વિશે જાણવું તેમના ફેન્સને ખૂબ જ ગમે છે. તેમના અફેર વિશે ઘણી વાતો થતી હોય છે. પરંતુ હકીકતમાં એકબીજાને જોયા બાદ તેઓ પોતાના રસ્તા બદલી નાખે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને રેખા સાથેની પોતાની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે એ તસવીરમાં બીજા પણ ઘણા લોકો હતા.
તસવીરમાં અમિતાભ બચ્ચનના હાથમાં માઇક હતું અને તે અન્ય સેલિબ્રિટીઝ સાથે સ્ટેજ પર ઊભા હતા. આ તસવીરમાં વિનોદ ખન્ના, મ્યુઝિક ડિરેક્ટર કલ્યાણજી, રાજ કપૂર, રણધીર કપૂર, મહેમૂદ, શમ્મી કપૂર અને રેખા ઊભા રહીને તાળીઓ પાડી રહ્યા છે. આ તસવીર સાથેના કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું કે, તેની પાછળ એક લાંબી કહાની છે.
આ તસવીરમાં વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચને વ્હાઇટ આઉટફિટ્સ પહેર્યા હતા, રેખાએ હંમેશની જેમ સિલ્કની સાડી પહેરી હતી, શમ્મી કપૂરે લીલા રંગનો કુર્તા પાયજામો પહેર્યો હતો, મહેમૂદ ગ્રે ડ્રેસમાં હતો અને બાકીના બધા બ્લેક કપડામાં જોવા મળ્યા હતા. અમિતાભે આ તસવીર શેર કરતા લખ્યું, “અને… આહ! આ તસવીર પાછળ એક લાંબી કહાણી છે, તે વિશે પણ ક્યારેક જણાવીશ. ”
તમને જણાવી દઈએ કે રેખા અને અમિતાભ બચ્ચન એક બીજા સાથે કામ કરતા હતા, બંનેની ઘણી ફિલ્મો બ્લોકસ્ટર હિટ થઇ છે. આખરે તેમના અફેર વિશે જયા બચ્ચનને જાણ થઇ ગઇ. જયાએ રેખાને ઘરે બોલાવી, પહેલા તેમનું સ્વાગત કર્યું અને પછી તેમને ચેતવણી આપી કે અમિત મારો પતિ છે અને મારો જ રહેશે.
એક સમયે રેખા અને અમિતાભ એકસાથે મોટા પડદાને શેર કરતા હતા અને અહીં પણ તેઓ એક ફ્રેમમાં જોવા મળે છે, પરંતુ વર્ષો બાદ પરિસ્થિતિ એવી છે કે રેખા તેમની તસવીરથી પણ દૂર ભાગે છે. એકવાર રેખા પાપારાઝી સામે પોઝ આપી રહી હતી અને આવું જ કંઈક થયું.