Rekha Drinking Habits: હિંદી સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખા હંમેશાથી પોતાના ખુલ્લા વિચારો, ફીલિંગ્સને લઈ ઘણી ચર્ચામાં રહી છે પછી ભલે અમિતાભ બચ્ચન માટે તેમનો પ્રેમ જ કેમ ન હોય. અહીંયા સુધી કે રેખા એ પોતાની દારૂની લત, ડ્રગ્સની લત અને લસ્ટને લઈને પણ ખુલીને વાત કરી છે. સિમી ગેરવાલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાની તમામ આદતો વિશે વાત કરી હતી.
રેખા પોતાની ફિલ્મો અને કામની સાથે-સાથે અમિતાભ બચ્ચન સાથે કથિત સંબંધોને લઈ ઘણી ચર્ચામાં રહી છે. રેખા ક્યારેય તે વાતોથી પાછળ નથી હટી, પરંતુ ક્યારેય તેમણે બચ્ચન સાથેના પોતાના સંબંધનો સ્વીકાર પણ કર્યો નથી. જોકે રેખાએ એકવાર ખુલીને પોતાની દારૂની લત, ડ્રગ્સની લતનો સ્વીકાર કર્યો હતો.
સિમી ગરેવાલ સામે આ વાતો સ્વીકારી હતી
સિમી ગરેવાલની સાથેના ઈન્ટરવ્યૂમાં રેખાને પૂછવામાં આવ્યું હતું કે, તેમના વિશે એવું ક્યારેય એવું સાંભળવા નથી મળ્યું કે તે દારુ પી રહી હતી કે ડ્રગ્સ લઈ રહી હતી. રેખાઆ આ અંગે પૂછ્યુ હતું કે કેમ? “હું ઘણો દારુ પીતી આવી છું. નિ:સંદેહ, હું નશીલી દવાઓનું સેવન કરી ચુકી છું.” અભિનેત્રીએ કહ્યું હતું કે,”હું ખુબ જ ઈમ્પ્યોર રહી છું. મારામાં ઘણી વાસના રહી છે.” તેના પછી રેખાએ પોતાનો જવાબ વાળતા કહ્યું,”મને પૂછો કોની સાથે? જીવન સાથે. સમજી ગયા.”
આ પણ વાંચો: મથુરાની ધર્મ સંસદમાં 6 પ્રસ્તાવ પસાર કરાયા, શાહી ઈદગાહ અને મીના મસ્જીદને હટાવવાની પણ માંગ કરાઈ
અમિતાભ સાથેના પ્રેમની વાત કબૂલી
જ્યારે રેખાને પૂછવામાં આવ્યું કે શું તેમને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મો કરવા દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. તો તેણે કબૂલ્યું,”બિલ્કુલ, ઓહ, આ એક મૂર્ખાઈભર્યો સવાલ છે. આ તદ્દન મૂર્ખાઈભર્યો સવાલ છે. મને આજ દિન સુધી કોઈ એવો વ્યક્તિ નથી મળ્યો જે બિગ બી ને પ્રેમ કરતો ન હોય”.
જોકે રેખાએ કહ્યું કે, તેમનો અમિતાભ બચ્ચન સાથે કોઈ અંગત સંબંધ નથી રહ્યો પરંતુ જયા બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ પણ તેઓ મનમાં ને મનમાં હંમેશા તેમની સાથે જોડાયેલી રહી. રેખા ખુબ જ સેન્સેટિવ વ્યક્તિ રહી છે અને સરોજ ખાનની વાત સાંભળીને તે એકવાર રડવા લાગી હતી.