બિગ બોસ વિજેતા કરણ વીર મેહરા જીત પર કરશે ભવ્ય ઉજવણી, પેઇડ મીડિયાના આરોપ પર એક્ટરે આવું કહ્યું

બિગ બોસ 18 ના વિજેતા બન્યા બાદ કરણ વીર મહેરાએ મીડિયા અને ફેન્સનો આભાર માન્યો હતો. પોતાની જીતનો શ્રેય મીડિયા અને ચાહકોને પણ આપ્યો હતો. તેને વધુ પૂછપરછ કરવામાં આવી હતી કે તેના પર પેઇડ મીડિયાની મદદથી વિજેતા બનવાનો આરોપ છે. અહીં જાણો કરણ શું કહ્યું?

Written by shivani chauhan
January 20, 2025 08:41 IST
બિગ બોસ વિજેતા કરણ વીર મેહરા જીત પર કરશે ભવ્ય ઉજવણી, પેઇડ મીડિયાના આરોપ પર એક્ટરે આવું કહ્યું
બિગ બોસ વિજેતા કરણ વીર મેહરા જીત પર કરશે ભવ્ય ઉજવણી, પેઇડ મીડિયાના આરોપ પર એક્ટરે આવું કહ્યું

બિગ બોસ 18 (Bigg Boss 18) નો વિજેતા કરણ વીર મેહરા (Karan Veer Mehra) ખુબજ ખુશ છે. તે પોતાની જીતની ઉજવણી કરવા પાર્ટી રાખવાની વાત કરે છે. તેઓ પેઈડ મીડિયાના આરોપો અંગે પણ દિલ ખુલીને વાત કરી છે. તેણે ચમ ડરંગ (Chum Darang) સાથેના તેના ભાવિ સંબંધો વિશે પણ જણાવ્યું હતું.

બિગ બોસ 18 વિજેતા કરણ વીર મેહરા (Bigg Boss 18 Winner Karan Veer Mehra)

બિગ બોસ 18ના વિજેતા બન્યા બાદ કરણ વીર મહેરાએ મીડિયા અને ફેન્સનો આભાર માન્યો હતો. પોતાની જીતનો શ્રેય મીડિયા અને ચાહકોને પણ આપ્યો હતો. તેને વધુ પૂછપરછ કરવામાં આવી હતી કે તેના પર પેઇડ મીડિયાની મદદથી વિજેતા બનવાનો આરોપ છે. આના પર કરણે મજાકમાં કહ્યું- લાવો, હું તને પૈસા આપીશ. પછી તેણે આગળ કહ્યું કે મને એ પણ ખબર નથી કે પેઇડ મીડિયા શું છે. મારી આ જીત દર્શકોના કારણે થઈ છે. તેમના સમર્થનથી આ જીત શક્ય બની છે.

આ પણ વાંચો: Saif Ali Khan Attack case: સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને મુંબઇ પોલીસે થાણે માંથી પડક્યો

બિગ બોસ વિનર કરણ કહે છે કે તે ઘરે જઈને તેના મિત્રો અને નજીકના લોકો સાથે ‘બિગ બોસ 18’ ના વિજેતા બનવાની ઉજવણી કરશે. તે ઘણા બધા લોકો સાથે પાર્ટી કરશે. તે એમ પણ કહે છે કે તેણે આ રિયાલિટી શોને ક્યારેય ગેમની જેમ જોયો નથી, તે આ રિયાલિટી શો માં ટકી રહ્યો હતો. તેથી જ આજે તે વિજેતા છે.

કરણ વીર મહેરા અને ચમ ડરંગ (Karan Veer Mehra Chum Darang)

કરણ વીર મહેરાને જ્યારે મીડિયાએ પૂછ્યું કે ચમ ડરંગથી આગળ શું સંબંધ હશે ? તેવો પ્રશ્ન પૂછતાં આના પર કરણે જવાબ આપ્યો ‘ચમ ડરંગે કહ્યું હતું કે પહેલા ટ્રોફી જીતો અને પછી જોઈએ.’ ખરેખર, શો દરમિયાન કરણ વીર મેહરા અને ચમ ડરંગ વચ્ચે એક અલગ પ્રકારની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. હવે ચાહકો જાણવા માંગે છે કે શોમાંથી બહાર આવ્યા બાદ તેમનો સંબંધ કેવો રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ