Aneet Padda Next Project | અનીત પડ્ડા (Aneet Padda) એ પોતાની રેકોર્ડબ્રેક ડેબ્યૂ ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી છે. સૈયારા મુવીને આટલી સક્સેસ મળ્યા બાદ એકટ્રેસ હવે ફરી સ્ક્રીન પર ચમકશે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે અભિનેત્રી આગામી સમયમાં એક ઓટીટી પ્રોજેક્ટમાં જોવા મળશે.
ઓટીટી તક કોઈપણ યુવા કલાકાર માટે સારી માનવામાં આવશે, પરંતુ અનિત પડ્ડાના ચાહકોએ તેના મોટા થિયેટર ડેબ્યૂને સફળ ગણીને આ પગલા પર સવાલ ઉઠાવ્યા છે.
સૈયારા મુવી
અહાન પાંડે અભિનીત ફિલ્મ ‘સૈયારા’એ 10 દિવસમાં ₹ 248.43 કરોડની કમાણી કરી લીધી છે અને આ અઠવાડિયા સુધીમાં તે ₹ 300 કરોડનો માઇલસ્ટોન હાંસલ કરે તેવી અપેક્ષા છે. પણ પછી એક મુશ્કેલી છે! અનિત પડ્ડાની આગામી રિલીઝ એક ઓટીટી પ્રોજેક્ટ છે.
અનીત પડ્ડા ઓટીટી ડેબ્યુ (Aneet Padda OTT Debut)
અનિત પડ્ડાની આગામી રિલીઝ એક ઓટીટી પ્રોજેક્ટ હશે, ‘ન્યાયા’ નામની વેબ સિરીઝ, જે બાર બાર દેખો ફેમ નિત્ય મહેરા અને તેના પતિ કરણ કાપડિયા દ્વારા બનાવવામાં આવશે. જોકે, યશ રાજ ફિલ્મ્સની સૈયારા સાઈન કરતા પહેલા તેણે ‘ન્યાય’નું શૂટિંગ પૂર્ણ કર્યું હોવાનું કહેવાય છે.
ન્યાય વેબ સિરીઝ (Nyaya Web Series)
ન્યાય વેબ સિરીઝ વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત કાલ્પનિક સિરીઝ છે, ન્યાયમાં ફાતિમા સના શેખ અને અર્જુન માથુર સાથે અનિતને અભિનય આપશે.મીડિયા મુજબ આ વેબ સિરીઝ ગયા વર્ષે ફિલ્માવવામાં આવી હતી અને ટૂંક સમયમાં તેનું પ્રીમિયર એક મુખ્ય ઓટીટી પ્લેટફોર્મ પર થવાની ધારણા છે સિરીઝ શ્રદ્ધા અને કાયદાની જટિલતાઓ વિશે એક આકર્ષક સ્ટોરી બનવાનું વચન આપે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ન્યાયમાં ફાતિમા એક દૃઢ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે, જ્યારે અનિત એક શક્તિશાળી આધ્યાત્મિક નેતા દ્વારા જાતીય શોષણનો ભોગ બન્યા બાદ ન્યાય માટે લડતી 17 વર્ષની છોકરીની કઠોર ભૂમિકા ભજવે છે.