Ananya Panday | અનન્યા પાંડે (Ananya Panday) આજે ઇન્ડસ્ટ્રીની બેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે, જેણે પોતાની ફિલ્મો અને એકટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં અનન્યાએ એક ઇન્ટરવ્યૂમાં તેના મંતવ્યો શેર કર્યા અને કહ્યું કે તેણે ક્યારેય તેના મેલ એક્ટર્સની ફી વિશે પૂછ્યું નથી. જો કે તેણે ખુલાસો કર્યો કે જ્યારે તેણે તે લોકોની ફી વિશે સાંભળ્યું ત્યારે ચોંકી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ઈન્ટરવ્યુ દરમિયાન અનન્યા પાંડેએ ફી સમાનતા પર પોતાનો અભિપ્રાય શેર કર્યો અને કહ્યું કે ફિલ્મના સેટ પર મહિલાઓ માટે માત્ર ફીની બાબતમાં જ નહીં પરંતુ અન્ય બાબતોમાં પણ પ્રગતિ થઈ છે, પરંતુ તેને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં એક નવો સમય આવી ગયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા અનન્યાએ કહ્યું કે તે સમયે સેટ પર મહિલાઓ ઓછી હતી પરંતુ હવે તેમની સંખ્યા ઘણી વધારે છે. અનન્યા પાંડેએ કહ્યું હતું કે, જો કોઈ પુરુષને માત્ર એક પુરુષ હોવાને કારણે મારા કરતાં વધુ સારી કાર મળતી હોઈ તો તે ખોટું છે.
આ પણ વાંચો: લાપતા લેડીઝ ઓસ્કાર જીતશે, આમિર ખાનની આશા, સ્ટોરી દુનિયાભરના દર્શકો સુધી પહોંચશે
અનન્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે પુરૂષ કલાકારોની ફી પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી, કારણ કે તેની પાસે તેમની કમાણી વિશે સંપૂર્ણ માહિતી નથી. જો કે તે કેટલીકવાર સાંભળેલા આંકડાઓથી ઘણી વાર આઘાત લાગ્યો હતો. અનન્યાએ આનો સખત વિરોધ કરતાં કહ્યું કે જ્યારે લિંગ-આધારિત અસમાનતાની વાત આવે છે, ત્યારે પુરૂષ અભિનેતા હજુ પણ વધુ સારા વિશેષાધિકારો ભોગવે છે. અનન્યાએ કહ્યું કે એક પુરુષને કેવી રીતે મોટી રૂમ અથવા સારી કાર આપી શકાય, જે તે સમજી શકે છે. કદાચ અભિનેતાની પ્રતિષ્ઠાને કારણે આવું કરવામાં આવ્યું હોય, પરંતુ તેમનું માનવું છે કે અભિનેત્રીઓને પણ આ જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ.
જો કે તેણે સ્વીકાર્યું કે તેની પાસે પુરૂષ કલાકારોની ફી વિશે સંપૂર્ણ માહિતી નથી અનન્યાએ પણ જાહેર કર્યું કે તે અન્યાયી વર્તનની વિરોધી છે. અનન્યાનું માનવું છે કે જેટલુ સન્માન એક પુરૂષ અભિનેતાને મળે છે એટલું જ સન્માન એક મહિલા અભિનેત્રીને પણ મળવું જોઈએ. અનન્યાએ વધુમાં કહ્યું કે તે “બોસી” તરીકે ઓળખાવા તૈયાર છે જો તેનો અર્થ એ છે કે પરિવર્તન લાવવામાં મદદ કરવી અને જે યોગ્ય છે તેના માટે ઊભા રહેવું.
અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તેની ઘણા રોમાંચક પ્રોજેક્ટ્સ છે, જેમાં કૉલ મી બેની બીજી સિઝનનો સમાવેશ થાય છે. તે ધર્મા પ્રોડક્શનની ચાંદ મેરા દિલમાં લક્ષ્ય અને અક્ષય કુમારની સાથે જોવા મળશે અને આર. તે માધવન સાથે અનટાઈટલ્ડ પ્રોજેક્ટમાં પણ જોવા મળશે.