Anant Ambani Radhika Merchant Video: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એશિયાના સૌથી ખર્ચાળ લગ્ન પૈકીના એક છે. અનંત અને રાધિકા લગ્ન બાદ પહેલીવાર પબ્લિક પ્લેસ પર હાથમાં હાથ નાંખી ફરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અનંત રાધિકાના લગ્ન 12 જુલાઇના રોજ મુંબઇમાં થયા હતા. બંનેના લક્ઝુરિયસ મેરેજના ફોટા અને વીડિયો બહુ વાયરલ થયા છે. જાણો મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રવધુ વિદેશમાં ક્યા ફરી રહ્યા છે.
પેરિસમાં ફરતા દેખાયા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ
વાયરલ થઇ રહેલા વીડિયોમાં રાધિકા અને અનંત પેરિસની ગલીઓમાં હાથ પકડી ફરતા જોવા મળી રહ્યા છે. રાધિકા મર્ચન્ટે ચિક વ્હાઈટ અને બ્લૂ આઉટફિટ પહેર્યું છે, તો અનંત અંબાણી એ ફ્લોરલ પ્રિન્ટ્સ સાથે કન્ફર્ટેબલ શર્ટ પહેરેલો દેખાય છે. પેરિસમાં નવપરિણીત યુગલ કડક સુરક્ષા અને બોડીગાર્ડ્સ વચ્ચે યુરોપિયન દેશમાં આનંદ માણતા જોઇ શકાય છે.
અન્ય એક વીડિયોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પેરિસમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીને અલવિદા કહેતા જોવા મળ્યા હતા. પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિક ગેમ્સ 2024 માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)ના સભ્ય નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા અંબાણી પરિવાર પણ ઓલિમ્પિકમાં એક રમત દરમિયાન કેમેરામાં કેદ થયા હતા. નીતા અને મુકેશ અંબાણી ઉપરાંત ઈશા અંબાણી, તેમના પતિ આનંદ પીરામલ, અનંત અને રાધિકા પેરિસ ઓલિમ્પિક ગેમ્સ જોવા સ્ટેડિયમ આવ્યા હતા.
આ પણ વાંચો | ના સિલ્ક ના શાટીન રાધિકા મર્ચન્ટ એ પહેર્યો ખાસ લહેંગો, ખાસિયત જાણી રહી જશો દંગ
તાજેતરમાં જ એએનઆઈ સાથે વાતચીતમાં અનંત રાધિકા એ ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. “મને ભગવાન પર વિશ્વાસ છે, ભારતીય ટીમ સારું પ્રદર્શન કરશે અને મેડલ જીતશે. મને વિશ્વાસ છે કે ભારતીય ટીમ દરેક ભારતીયને મારા ગર્વનો અનુભવ કરાવશે.