Amitabh Bachchan | બોલીવુડમાં સૌથી વધુ ટેક્સ ચુકવાર સેલિબ્રિટી અમિતાભ બચ્ચન બન્યા, આ વર્ષે સલમાન ખાને કેટલો ચુકવ્યો?

Amitabh Bachchan | અમિતાભ બચ્ચનની આવક ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને કૌન બનેગા કરોડપતિ સહિત અનેક સ્ત્રોતોમાંથી આવે છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે સુપરસ્ટારે 71 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો, જેના કારણે આ વર્ષે ટેક્સમાં 69 ટકાનો વધારો થયો છે.

Written by shivani chauhan
March 18, 2025 08:12 IST
Amitabh Bachchan | બોલીવુડમાં સૌથી વધુ ટેક્સ ચુકવાર સેલિબ્રિટી અમિતાભ બચ્ચન બન્યા, આ વર્ષે સલમાન ખાને કેટલો ચુકવ્યો?
બોલીવુડમાં સૌથી વધુ ટેક્સ ચુકવાર સેલિબ્રિટી અમિતાભ બચ્ચન બન્યા, આ વર્ષે સલમાન ખાને કેટલો ચુકવ્યો?

Amitabh Bachchan | 81 વર્ષીય બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) શાહરૂખ ખાન અને સલમાન ખાનને પાછળ છોડીને નાણાકીય વર્ષ 2024-25 માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી (highest tax paying celebrity) બનીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે તેમની કુલ કમાણી 350 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ટેક્સ કરોડો રૂપિયા ભર્યો થયો હતો.

અમિતાભ બચ્ચનની આવક ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને કૌન બનેગા કરોડપતિ (જેને તેઓ 2 દાયકાથી હોસ્ટ કરી રહ્યા છે) સહિત અનેક સ્ત્રોતોમાંથી આવે છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે સુપરસ્ટારે 71 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો, જેના કારણે આ વર્ષે ટેક્સમાં 69 ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી (Highest Tax Paying Celebrity)

આ વર્ષે પણ અમિતાભ બચ્ચને ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી માટે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. તેમનો છેલ્લો એડવાન્સ ટેક્સ હપ્તો 15 માર્ચ, 2025 ના રોજ 52.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યો હતો. ગયા વર્ષે શાહરૂખ ખાન ૯૨ કરોડ રૂપિયા ચૂકવીને સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી હતો. જ્યારે આ વર્ષે, બિગ બીએ શાહરૂખ (₹ 84.17 કરોડ) ને 30% થી પાછળ છોડી દીધા અને સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં ચોથા સ્થાનથી ટોચ પર પહોંચી ગયા. આ યાદીમાં 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવનાર તળપથી વિજય અને ૭૫ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવનાર સલમાન ખાનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Sikandar | સલમાન ખાનની સિકંદર મુવી આ દિવસે થશે રિલીઝ, રશ્મિકા મંદાના એક્ટર સાથે મળશે જોવા

અમિતાભ બચ્ચન મૂવીઝ (Amitabh Bachchan Movies)

નોંધનીય છે કે 81 વર્ષીય અમિતાભ બચ્ચનને બોલિવૂડના પાવરહાઉસ કહેવામાં આવે છે, જેમણે કલ્કી 2898 એડી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તે તાજેતરમાં રજનીકાંત સાથે વેટ્ટૈયાનમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષે કમલ હાસન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે કલ્કી 2898AD માં તેમનો જોરદાર અભિનય જોવા મળ્યો હતો અને ફિલ્મે કમાણીના સંદર્ભમાં પણ રેકોર્ડ બનાવ્યા હતા. જ્યારે તાજેતરમાં જ તેણે પુષ્ટિ આપી છે કે તે કૌન બનેગા કરોડપતિ 16 હોસ્ટ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ