‘ઇમરજન્સી’ની રિલીઝ વચ્ચે કંગનાનો દાવો- ‘ઈન્દિરા ગાંધી પર કોઈ ફિલ્મ બનાવી શક્યુ નથી, એકને કરવી પડી આત્મહત્યા’

Kangana Ranaut On Emergency: કંગના રનૌતે દાવો કર્યો છે કે આ પહેલા કોઈ ઈન્દિરા ગાંધી પર ફિલ્મ બનાવી શક્યું ન હતું અને જ્યારે કોઈએ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે આત્મહત્યા કરવી પડી હતી.

Written by Rakesh Parmar
January 08, 2025 20:02 IST
‘ઇમરજન્સી’ની રિલીઝ વચ્ચે કંગનાનો દાવો- ‘ઈન્દિરા ગાંધી પર કોઈ ફિલ્મ બનાવી શક્યુ નથી, એકને કરવી પડી આત્મહત્યા’
કંગના રનૌતની 'ઇમરજન્સી' ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. (તસવીર: kanganaranaut/Instagram)

Kangana Ranaut On Emergency: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ ગયા વર્ષે 15 ઓગસ્ટ, 2024ના રોજ રીલિઝ થવાની હતી પરંતુ તેનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેના પર વિવાદ શરૂ થયો હતો. ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, જેના કારણે સર્ટિફિકેશન બોર્ડે તેની રિલીઝ પર રોક લગાવી હતી. પરંતુ તમામ વિવાદો અને સેન્સર બોર્ડની કાતર ફર્યા બાદ ફિલ્મને લીલી ઝંડી મળી ગઈ છે. આવામાં કંગના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ દરમિયાન હવે તેણે દાવો કર્યો છે કે આ પહેલા કોઈ ઈન્દિરા ગાંધી પર ફિલ્મ બનાવી શક્યું ન હતું અને જ્યારે કોઈએ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે આત્મહત્યા કરવી પડી હતી. કંગનાએ કહ્યું કે તેની ફિલ્મની દરેક વસ્તુની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે.

ખરેખરમાં કંગના રનૌતે ‘ઇમરજન્સી’ની રિલીઝ વચ્ચે એએનઆઈ સાથે વાત કરી છે. આ વાતચીત દરમિયાન અભિનેત્રીએ ફિલ્મ વિશે કહ્યું કે તેને બનાવવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અભિનેત્રી પોતાની સ્પષ્ટ શૈલીમાં કહે છે કે આજ સુધી કોઈ ઈન્દિરા ગાંધી પર ફિલ્મ બનાવી શક્યું નથી. તે માને છે કે પ્રેરિત બોલીને કે નામ બદલીને ફિલ્મ બનાવવી એ અલગ વાત છે. પરંતુ આજ સુધી તેમના પર કોઈ ફિલ્મ બની નથી. કંગનાએ જણાવ્યું કે એક ફિલ્મ ‘કિસ્સા કુરસી કા’ બની હતી. જેના કિસ્સાઓ હજુ પણ ચાલુ છે. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે આ ફિલ્મના નિર્દેશક માટે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરવી પડી હતી.

ત્યાં જ જો વિકિપીડિયાની વાત કરીએ તો કહેવામાં આવ્યું છે કે ‘કિસ્સા કુર્સી કા’ના નિર્દેશક અમૃત નાહટાનું એક્સકોર્ટ્સ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મૃત્યુ થયું હતું.

કંગનાએ કહ્યું- ‘આજે બોલવાની સ્વતંત્રતા છે’

આ સાથે કંગના રનૌત એ જ વાતચીતમાં આગળ કહે છે કે હવે તેને આ ફિલ્મ બનાવવાની હિંમત મળી છે. કારણ કે તે માને છે કે આજે બોલવાની સ્વતંત્રતા છે. અભિનેત્રીએ કહ્યું કે તેણે ન જાણે કેટલા બધા સમુદાયો બતાવવાના હતા. તેણે આ ફિલ્મમાં દરેક બાબતનો પુરાવો આપવાનો હતો. આ પછી કંગનાએ સેન્સર બોર્ડ અને દેશના બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે ખુશ છે કે હવે દુનિયા આ ફિલ્મ જોઈ શકશે અને તે તેના માટે ઉત્સાહિત પણ છે.

આ પણ વાંચો: ફોરેસ્ટ ગાર્ડની હિંમતને દાદ! રેલ્વે ટ્રેક પર આવી ચઢેલા સિંહને લાકડી બતાવી ભગાડયો, જુઓ વીડિયો

કંગનાના મનમાં એક જ પ્રશ્ન હતો

કંગના રનૌતે પોતાનું નિવેદન આગળ કહીને સમાપ્ત કર્યું હતું કે તેને કલ્પના નહોતી કે આ ફિલ્મ બનાવતી વખતે તેણે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અભિનેત્રીએ કહ્યું કે સામાન્ય રીતે તેની ફિલ્મો ખૂબ ઓછા બજેટમાં બને છે પરંતુ આ વખતે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સ્ટુડિયો હોય કે ફંડ સંબંધિત વસ્તુઓ હોય. કંગનાએ કહ્યું કે સૌથી મોટો સંઘર્ષ એ હતો કે કોઈને પણ ફિલ્મની રિલીઝ વિશે ખાતરી નહોતી. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું તે રિલીઝ થશે?

જો કે, જો કંગના રનૌતની ‘ઇમરજન્સી’ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. આવામાં તે જોવાનું રસપ્રદ રહેશે કે સતત ફ્લોપનો સામનો કરી રહેલી કંગના આ વખતે બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકે છે કે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ