Raksha Bandhan Vastu Tips: રક્ષાબંધન ભાઇ બહેરનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધન પર બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઇના દીર્ધાયું માટે પ્રાર્થના કરે છે. તો બદલામાં ભાઇ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. હિંદુ પંચાગ મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પુનમ તિથિ પર ઉજવાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રક્ષાબંધન પર રાખડી બાંધવા થી લઇ ઉતારવા સુધી અમુક ખાસ નિયમોનું પાલન કરવું જોઇએ. મોટાભાગના લોકો હાથ માંથી રાખડી ઉતાર્યા બાદ તેનું શું કરવું તેના વિશે સાચી જાણકારી હોતી નથી. આ લેખમાં રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું અને કઇ ભૂલ કરવાનું ટાળવું જોઇએ જેના વિશે જાણકારી આપી છે.
Raksha Bandhan 2025 Date : રક્ષાબંધન 2025 ક્યારે છે?
હિન્દુ પંચાગ મુજબ રક્ષાબંધન શ્રાવણ પુનમ તિથિ પર ઉજવાય છે. આ વખતે 9 ઓગસ્ટ, 2025 શનિવારના રોજ શ્રાવણ પુનમ છે. આથી આ તારીખ રક્ષાબંધન ઉજવાશે. રક્ષાબંધન પર બહેન ભાઇને રાખડી બાંધે છે.
મોટાભાગના લોકો રક્ષાબંધનનો તહેવાર સમાપ્ત થયા બાદ રાખડી ઉતારીને ગમે ત્યાં મૂકી દે છે અથવા ફેંકી દે છે, જો કે આમ કરવું તદ્દન ખોટું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરવાથી ભાઇ બહેનના સંબંધ પર નકારાત્મક અસર થાય છે. રક્ષાબંધન બાદ રાખડી ઉતાર્યા પછી આ ભૂલો કરવાથી બચવું જોઇએ.
- રાખડી બહેન દ્વારા ભાઇના હાથના કાંડા પર બાંધેલું રક્ષા સુત્ર હોય છે. માન્યતા મુજબ રાખડી ભાઇની રક્ષા કરે છે.
- ઘણા લોકો હાથમાંથી ઉતારતી વખતે રાખડી તોડી નાંખે છે, પરંતુ આવું કરવું ખોટું છે. રાખડીને બને ત્યાં સુધી તોડ્યા વગર હાથમાંથી કાઢવી જોઇએ. ત્યાર પછી રાખડીને લાલ કપડામાં લપેટી એવા સ્થાન પર રાખો જ્યાં ભાઇ બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખી હોય.
- લાલ કપડામાં બાંધીને રાખેલી રાખડીને આગામી વર્ષે રક્ષાબંધન પર વહેતા પવિત્ર જળમાં પ્રવાહીત કરો. આમ કરવાથી ભાઇ બહેનના સંબંધ મજબૂત થાય છે.
- જો તમારા હાથ પર બાંધેલી રાખડી કોઇ કારણસર ખંડિત કે તોટી જાય તો, આવી રાખડી ઘરમાં રાખવી જોઇએ નહીં. આવી રાખડી કોઇ ઝાડ નીચે મૂકી દો અથવા જળમાં પ્રવાહીત કરી દો. તેની સાથે 1 રૂપિયાનો સિક્કો પણ મૂકવો.
- હિન્દુ માન્યતાઓ મુજબ ખંડિત રાખડી કોઇ ઝાડ કે જળમાં પ્રવાહીત કરવાથી ઘરમાં બરકત રહે છે અને ભાઇ બહેનના સંબંધ મજબૂત થાય છે.
આ પણ વાંચો | રક્ષાબંધન પર પહેલી રાખડી કોને બાંધવી શુભ હોય છે? રાખડીમાં કેટલી ગાંઠ મારવી?
(Disclaimer:આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)