Guru and Shukra Rashi Parivartan Rajyog (રાશિ પરિવર્તન રાજયોગની રાશિ પર અસર): દેવગુરુ ગુરુ ગ્રહ અને દૈત્યગુરુ શુક્ર ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે જેની દરેક રાશિના જાતકોના જીવન પર અસર થાય છે. ગુરુની સ્થિતિની વાત કરીએ તો આ વર્ષે વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે. આ સાથે જ શુક્ર દર 26 દિવસે રાશિ બદલે છે. 7 નવેમ્બરે શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહનું ગુરુની રાશિમાં ગોચર અને ગુરુ ગ્રહ શુક્રની રાશિમાં હોવાથી, રાશિ પરિવર્તન રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, બંને ગ્રહો અમુક રાશિનું નસીબ ચમકાવી શકે છે. આવો જાણીએ ગુરુ શુક્ર રાશી પરિવર્તનથી કઈ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થવાનો છે.
દ્રિક પંચાગ મુજબ શુક્ર ગ્રહ 7 નવેમ્બરે સવારે 3:39 વાગ્યે ધન રાશિમાં પ્રવેશ કરશે અને 28 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. આ સાથે જ પહેલાથી જ ગુરુ ગ્રહ શુક્રની વૃષભ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં આ રાશિ પરિવર્તન 28 ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે.
સિંહ રાશિ
શુક્ર ગ્રહ સિંહ રાશિના પાંચમા ભાવમાં અને ગુરુ દસમા ઘરમાં બેઠો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે. ગુરુ ગ્રહ સંતાનના ઘરમાં રહેવાથી સંતાનના પક્ષથી ઘણો લાભ મળી શકે છે. તેમના ભવિષ્ય અને પ્રગતિ વિશેની ચિંતાઓ થોડી ઓછી હોઈ શકે છે. આ સાથે જ રાશિ પરિવર્તનનો યોગ આ રાશિના વિદ્યાર્થીઓ માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. શુક્ર અને ગુરુની સારી સ્થિતિના કારણે સરકારી નોકરીની તકો બની રહી છે. આ ઉપરાંત સરકારી કામમાં સફળતા મળી શકે છે. આ સાથે જ શશ રાજયોગ બનવાથી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે અઢળક ધનલાભ થઈ શકે છે. એકાગ્રતા પણ વધશે. વેપાર-ધંધા અને કારકિર્દી ક્ષેત્રે પણ ઘણો લાભ થવાનો છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને આ રાશિ પરિવર્તન યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં શુક્ર ચોથા અને ગુરુ ભાગ્ય સ્થાનમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધનલાભ પણ મળી શકે છે. કુંવારા છો તો લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. વિવાહિત જીવનમાં સુખ આવી શકે છે. તેનાથી ઘર, વાહન, સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. અચાનક નસીબ ખુલી શકે છે. આવી સ્થિતિમાં અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન યોગ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં ગુરુ સાતમા ભાવમાં અને શુક્ર બીજા ભાવમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં, તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે. પરિવારનો પૂરો સહયોગ મળી શકે છે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. અટકેલા પૈસા મળી શકે છે. કરિયરમાં મુશ્કેલીઓખતમ થઈ શકે છે. આ સાથે, વ્યવસાય સારો ચાલશે.
(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)