Famous Ganesh Temple In India : ગણેશ ચુતર્થી એટલે બપ્પાનો 10 દિવસનો ગણેશ મહોત્સવ. ભાદરવા વદ ચોથ તિથિથી પર શરૂ થતા ગણેશોત્સવ દરમિયાન ભક્તો ઘરે ભગવાન ગણપતિની મૂર્તિની લાવે છે. 10 દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક પૂજા આરતી કરે છે. હિન્દુ ધર્મમાં કોઇ પણ શુભ માંગલિક કાર્યની શરૂઆતમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, તેમની પૂજા અને દર્શન કરવાથી તમામ વિધ્ન દૂર થાય છે. આથી ગણપતિદાદાને વિધ્નહર્તા કહેવામાં આવે છે. ભારતમાં ગણેશજીના ઘણા મંદિરો આવે છે. આવું જ 700 વર્ષ જુના એક ચમત્કારી ગણેશ મંદિર છે. આ ગણેશ મંદિરની ઘણી ખાસિયતો છે. અહીં ગણપતિદાદાની મૂર્તિને ત્રણ નેત્ર છે અને રિદ્ધ સિદ્ધિ સહિત સમગ્ર પરિવાર સાથે ગણેશના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
700 વર્ષ જુનું ત્રિનેત્ર ગણેશ મંદિર
રાજસ્થાનના રણથંબોરનુ ગણેશ મંદિર બહુ પ્રસિદ્ધ છે. રણથંબોરના ગણેશ મંદિરની સ્થાપના વર્ષ 1299માં થઇ હતી. અહીં આવનાર પ્રવાસીઓ રણથંભોર વાઘ અભ્યારણ સાથે અહીંના ગણેશ મંદિરના અચૂક દર્શન કરે છે.
રાજસ્થાનના રણથંબોરના ગણેશ મંદિરની રોચક કહાણી
રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં રણથંબોરમાં ઉંચા પહાડ પર 700 વર્ષ જૂનું ભગવાન ગણેશનું ત્રિનેત્ર મંદિર આવેલું છે. રણથંબોરના કિલ્લા પર સ્થિત આ ગણેશ મંદિરની સ્થાપના વર્ષ 1299માં થઇ હતી, તે સમયે અહીં રાજા હમીર શાસન કરતા હતા. તે દરમિયાન અલાઉદ્દીન ખીલજીએ રણથંબોર પર હુમલો કર્યો અને ઘણા સમય સુધી કિલ્લાની ઘેરાબંધી રહી હતી. જ્યારે મહેલમાં અનાજ પાણી અને યુદ્ધ માટે સામગ્રી ખુટવા લાગી ત્યારે રાજા એ ગણેશ ભગવાન પાસે મદદ માંગી હતી.
તે રાતે ગણેશજી એ રાજા હમીરને સ્વપનમાં દર્શન આપ્યા અને તેમની મુશ્કેલી દૂર કરવાનું વચન આપ્યું હતું. સવારે કોઇ ચમત્કારની જેમ કિલ્લાની દિવાર પર ગણેશ ભગવાનની ત્રિનેત્ર મૂર્તિ દેખાઇ હી અને મહેલના તમામ ભંડાર રાતો રાતો આપમેળે ભરાઇ ગયા. ત્યાર પછી કિલ્લાની ઘેરાબંધી પણ હટી ગઇ. ત્યારબાદ રણથંબોરના રાજા હમીરે કિલ્લાની ટોચ પર ત્રિનેત્ર ગણેશ ભગવાનનું મંદિરનું નિર્માણ કરાવ્યું. ગણેશ મંદિરમાં ત્રણ આંખો વાળી ગણપતિ દાદા સાથે રિદ્ધ સિદ્ધિ શુભ લાભની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
ગણેશજીને વિદેશ દેશ માંથી ભક્તો મોકલે છે આમંત્રણ અને પત્ર
રણથંબોરનું ગણેશ મંદિર ઘણી રીતે અનોખું છે. અહીં આ મંદિરના ગણેશ ભગવાનને પત્ર અને આમંત્રણ મોકલવાની અનોખી પરંપરા છે. આ ગણેશ મંદિર પર ભક્તો અહીં તેમના લગ્ન, શુભ માંગલિક કાર્ય, નવા વેપાર ધંધાના ઉદઘાટન કાર્યક્રમ પર ગણેશજીને નિમંત્રણ પત્ર મોકલે છે. ભક્તોને વિશ્વાસ છે કે, બપ્પા માત્ર ભગવાન નહીં. તેમના પરિવારના મુખિયા છે, જે તેમના દરેક કાર્યમાં હાજર હોય છે.
રણથંબોર ગણેશ મંદિરની ખાસિયત
- 700 વર્ષ જૂનું પ્રાચીન ગણેશ મંદિર
- અહીં ગણેશજીની મૂર્તિને ત્રણ આંખ છે, તેથી તેમને ત્રિનેત્ર ગણેશ કહેવાય છે. ગણપતિ દાદાની ત્રણ આંખવાળી સમગ્ર દુનિયામાં એક માત્ર મૂર્તિ છે.
- આ મંદિરમાં ભગવાન ગણેશ તેમની બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ, પુત્ર લાભ અને શુભ સહિત સંપર્ણ પરિવાર સાથે બિરાજમાન છે.
- આ ગણેશ મંદિરના સરનામાં પર દેશ વિદેશમાંથી ભક્તોના નિમંત્રણ પત્ર આવે છે. ભક્તો તેમના શુભ માંગલિક કાર્ય અને લગ્ન પ્રસંગોમાં પધારવા ગણેશજીને આમંત્રણ મોકલે છે.
ગણેશ ચતુર્થી 2025 ક્યારે છે?
ગણેશ ચતુર્થી ભાદરવા ચોથ વદ તિથિ પર ઉજવાય છે. પંચાગ મુજબ આ વખતે 27 ઓગસ્ટ, 2025 બુધવારે ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી પર શરૂ થતા ગણેશોત્સવ દરમિયાન ભક્તો ઘરે ભગવાન ગણપતિની મૂર્તિની લાવે છે. 10 દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક પૂજા આરતી કર્યા બાદ આનંદ ચૌદશ પર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.