Ambaji Bhadarvi poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ થશે, શું છે આરતી-દર્શનનો સમય?

ambaji bhadarvi Poonam 2025 maha melo news in gujarati : અંબાજી ભાદરવી પૂનમ મેળાની શરૂઆત આજથી એટલે કે સોમવારથી થશે જે 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Written by Ankit Patel
Updated : September 01, 2025 11:12 IST
Ambaji Bhadarvi poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ થશે,  શું છે આરતી-દર્શનનો સમય?
અંબાજી ભાદરવી પૂનમ 2025 મહામેળો- photo- Ambaji website

Ambaji Bhadarvi poonam 2025 : ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી થશે જે 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.

મહામેળા દરમિયાન દર્શન કરવાનો સમય

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.

  • સવારે 6થી 6.30ના આરતી
  • સવારે 6થી 11.30 વાગ્યા સુધી દર્શન
  • સવારે 1130થી 12.30ના દર્શન બંધ રહેશે
  • બપોરે 12.30થી સાંજના 5 વાગા સુધી દર્શન
  • સાંજે 5થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન
  • રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો શું ખાસ રહેશે?

  • પ્રસાદ વિતરણ માટે કૂલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા
  • મેળા દરમિયાન 30 લાખથી વધારે પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
  • યાત્રિકો માટે કૂલ ચાર સ્થળોએ નિઃશુક્લ ભોજન વ્યવસ્થા કરાઈ છે
  • સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તૈનાત
  • 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે

ધર્મભક્તિના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 1,83,855 ચોરસ મીટર એરિયામાં કૂલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા
  • 22541 કરતા વધારે વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે show my parking એપ્લિકેશનની ઓનલાઈન સુવિધાન
  • પાર્કિંગથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે મીની બસ સેવા
  • ડ્રોન લાઈટ શો સહિતના આયોજનો કરાયા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ