UPSC Assistant Director vacancy 2025, UPSC ભરતી 2025: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની વધુ એક તક આવી ગઈ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સહાયક નિયામક ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટનુ કુલ 45 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2025 છે.
UPSC ભરતી 2025 અંતર્ગત સહાયક નિયામકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.
UPSC ભરતી 2025 અંગેની મહત્વની માહિતી
સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પોસ્ટ સહાયક નિયામક જગ્યા 45 વય મર્યાદા 35 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2025 ક્યાં અરજી કરવી e https://upsconline.gov.in/ora/
યુપીએસસી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
UPSC દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર સહાયક નિયામકની પોસ્ટ માટે કુલ 45 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2025 છે.
UPSC ભરતી 2025, શૈક્ષણિક લાયકાત
આ ભરતી અંગે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી અથવા માસ્ટર ઓફ ટેકનોલોજી (M.Tech.) (કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં વિશેષતા સાથે) અથવા બેચલર ઓફ એન્જિનિયરિંગ (BE) / બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech.) કમ્પ્યુટર એન્જિનિયરિંગ / કમ્પ્યુટર સાયન્સ / કમ્પ્યુટર ટેકનોલોજીમાં ડિગ્રી
અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અથવા ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ અથવા એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી આવશ્યક છે.
સરકારી નોકરી માટે વય મર્યાદા
જનરલ અને EWS ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ, OBC – 38 વર્ષ, SC-ST – 40 વર્ષ અને PwBD શ્રેણીના ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ સુધી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે વધુ માહિતી માટે, UPSC સૂચના કાળજીપૂર્વક વાંચો.
પગાર ધોરણ
UPSC ભરતી 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગાર પંચના પે મેટ્રિક્સમાં લેવલ- 10 પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.
અનુભવ
ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગમાં બે વર્ષનો અનુભવ જેમાં EQ-A(i) સાથે વાસ્તવિક પ્રોગ્રામિંગનો અનુભવ શામેલ છે અથવા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કાર્યમાં ત્રણ વર્ષનો અનુભવ, જેમાંથી ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ EQ-A સાથે વાસ્તવિક કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં હોવો જોઈએ અથવા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કાર્યમાં ચાર વર્ષનો અનુભવ જેમાંથી ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ EQ-A(iii) સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં હોવો જોઈએ અથવા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કાર્યમાં ચાર વર્ષનો અનુભવ, જેમાંથી ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ EQ-A સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં હોવો જોઈએ.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- UPSC ભરતી 2025 ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ યુપીએસસીની વેબસાઈટ https://upsconline.gov.in/ora પર જવું
- અહીં કરિયર ઓપ્શનમાં જઈને જેતે પોસ્ટ માટે અરજી કરી શકાશે.
- અરજી કરતા પહેલા નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
- અરજી ફાઈનલ સબમીટ થયા બાદ પ્રીન્ટ કાઢી લેવી.