UPSC પરીક્ષા 2025-26ની તૈયારી કરતા ઉમેદવારો માટે Good News, સ્પીપામાં પ્રવેશ માટે આટલું વાંચી લો

upsc exam 2025-26, Spipa Admission, સ્પીપામાં પ્રવેશ : UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2026 (IAS, IFS,IPS etc.) તેમજ બીજી ગ્રૃપ એ કેન્દ્રી સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાી તૈયારી માટેનો પ્રશિક્ષણ વર્ગ 2025-26ની પ્રવશા 2025 માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

Written by Ankit Patel
May 01, 2025 08:44 IST
UPSC પરીક્ષા 2025-26ની તૈયારી કરતા ઉમેદવારો માટે Good News, સ્પીપામાં પ્રવેશ માટે આટલું વાંચી લો
UPSC પરીક્ષા માટે સ્પીપા પ્રવેશ અરજી પ્રક્રિયા - photo Social media

upsc exam 2025-26, Spipa Admission, સ્પીપામાં પ્રવેશ : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC 2025-26ની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સરદાર પટેલ લોકપ્રશાશન સંસ્થા (સ્પીપા) અમદાવાદ દ્વારા ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપવા પ્રવેશ પ્રક્રિયા શરુ કરી છે.

UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2026 (IAS, IFS,IPS etc.) તેમજ બીજી ગ્રૃપ એ કેન્દ્રી સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાી તૈયારી માટેનો પ્રશિક્ષણ વર્ગ 2025-26ની પ્રવશા 2025 માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો આગામી 5-5-2025 બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજીઓ કરી શકશે.

શૈક્ષણિક લાયકાત અને પાત્રતા

શૈક્ષણિક લાયકાત – ઉમેદવાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થહેલા હોવા જોઈએ. જે લોકો છેલ્લા વર્ષ- સેમેસ્ટરમાં હોય તેઓએ પણ અરજી કરી શકશે.રાષ્ટ્રીયતા – ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ

વય મર્યાદા

  • ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ
  • બિન અનામત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં.
  • તેમજ સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

પ્રવેશ પરીક્ષા

પ્રવેશ પરીક્ષા માટે કોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ, રીઝનીંગ, જનરલ અવેરનેસ, કરન્ટ અફેર્સ અને અંગ્રેજી મળી 300 મુજબ લેવામાં આવશે.પ્રવેશ પરક્ષી (આકસ્મિક સંજોગો સિવાય) 20 જુલાઈ 2025 ને રવિવારના રોજ લેવામાં આવશે.

હેતુલક્ષી પ્રવેશ પરીક્ષા

પરીક્ષા આગામી 20 જુલાઈ 2025ના રોજના રોજ બે તબક્કામાં પરીક્ષા લેવાશે જે નીચે મુજબ છે

સમયવિષયકુલ પ્રશ્નોગુણ
11:00થી 13:00પેપર-1 સામાન્ય અભ્યાસ-1100200
14:00થી 15:30પેપર-2 સામાન્ય અભ્યાસ-250100
કુલ300

હોટ ટિકિટ ડાઉનલોડ – પ્રિન્ટ આઉટ કરવા બાબત

તારીખ 20-7-2025ને રવિવારના રોજ યોજાનાર પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર અરજદાર http://ojas.gujarat.gov.in ની વેબસાઈટ પરથી પ્રવેશપત્ર તા.1-7-2025થી તા 20-7-2025 સવારે 10.30 વાગ્યા સુધીમાં ડાઉનલોડ કરી શકે છે.

નોટિફિકેશન

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કરવાની રીત

  • આ જાહેરાતના સંદર્ભમાં ફક્ત ઓનલાઈન અરજી જ સ્વીકારમાં આવશે.
  • ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલ તારીખ 5 મે 2025, બપોરે 14 વાગ્યાથી 04 જૂન 2025 રાતના 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 300 રૂપિયા ચૂકવવાના રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ