RNSB Recruitment 2025, રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : સૌરાષ્ટ્રમાં રહેતા અને બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા એપ્રેન્ટીસ- પટાવાળા અને જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી)ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીની અગત્યની માહિતી
સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંક પોસ્ટ જુનિયર એક્ઝિક્યુટિવ, એપ્રેન્ટીસ- પટાવાળા જગ્યા ઉલ્લેખન નથી નોકરી સ્થળ સૌરાષ્ટ્ર અને કચ્છ વય મર્યાદા 30 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 3-7-2025 ક્યાં અરજી કરવી https://jobs.rnsbindia.com/
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ શહેરોમાં જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી), પટાવાળા, એપ્રેન્ટસની પોસ્ટ ભરવા માટે સ્નાતક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. સ્થાનિક ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.
કઈ પોસ્ટ માટે ક્યાં જગ્યા
પોસ્ટ સ્થળ જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી) ઉપલેટા જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી) પડઘરી જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી) ભાવનગર એપ્રેન્ટીસ- પટાવાળા રાજકોટ એપ્રેન્ટીસ- પટાવાળા ભાવનગર જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી) ગાંધીધામ
bank bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
- રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર આર્ટ્સ સિવાય કોઈપણ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક કરેલું હોવું જોઈએ.
- ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ
- કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ પ્રાધાન્યક્ષમ છે
- ફ્રેશર્સ અરજી કરી શકે છે
- જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો 30 વર્ષથી વધારે ઉંમરના ન હોવા જોઈએ.
પગાર
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવોરને બેન્કે નક્કી કરેલા ધારાધોરણ અને નિયમ પ્રમાણે મહેતાણું ચુકવવામાં આવશે.
- ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી નોટીફિકેશન
કેવી રીતે અરજી કરવી
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા
- સૌ પ્રથમ ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://rnsbindia.com/ની મુલાકાત લેવી
- વેબસાઈટ ઉપર career નો ઓપ્શન આપેલો હશે
- કરિયર પર ક્લિક કરવાની ભરતીની માહિતી દેખાશે
- જ્યાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવું
- અહીં ફોર્મ દેખાશે અને માંગેલી માહિતી અને જરૂરી દસ્તાવેજો અટેચ કરવા
- ફોર્મને સબમીટ કરીને પ્રીન્ટ કાઢી લેવી