GSSSB Fireman Cum Driver Bharti 2025: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તકમાં ફાયરમેન કમ ડ્રાઈવ, વર્ગ-3 સંવર્ગની કુલ 13 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી અહીં વાંચો.
GSSSB ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ કચેરી રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી પોસ્ટ ફાયરમેન કમ ડ્રાઈવર જગ્યા 13 વય મર્યાદા 18થી 33 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ 1 સપ્ટેમ્બર 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
GSSSB દ્વારા સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તકમાં ફાયરમેન કમ ડ્રાઈવ, વર્ગ-3 સંવર્ગની કુલ 13 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.જેની વિગતો નીચે પ્રમાણે છે.
કેટેગરી જગ્યા બિન અનામત(સામાન્ય) 5 આર્થિક રીતે નબળા વર્ગ 1 અનુ.જન જાતિ 2 સા.શૈ.પ.વર્ગ 4 કુલ 13
ઓજસ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચત માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (HSC) પાસ કરેલી હોવી જોઈએ. અથવા સરકારે માન્ય કરેલા તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- રાજ્ય અથવા કેન્દ્ર સકરાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર Heavy Motor Vehicleનું માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
- કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
- હિન્દી અને ગુજરાતી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
શારીરિક લાયકાત
ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગ માટે નિયત થયેલ નીચે મુજબ લઘુતમ શારીરિક માપદંડ ધરાવતા હોવા જોઈએ.
વર્ગ લઘુતમ ઉંચાઈ(સેમીમાં) લઘુતમ છાતી ફુલાવ્યા પહેલા (સેમીમાં) લઘુતમ છાતી ફુલાવ્યા પછી (સેમીમાં) લઘુતમ વજન(કિ.ગ્રા) મૂળ ગુજરાત ક્ષેત્રનાં અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે 160 81 86 50 ઉમેદવાર મૂળ ગુજરાત ક્ષેત્રના અ.જ.જા. સિવાયના 165 81 86 50
મહિલા ઉમેદવારો માટે
વર્ગ લઘુતમ ઉંચાઈ(સેમીમાં) લઘુતમ વજન(કિં.ગ્રા) મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે 156 40 ઉમેદવાર (મૂળ ગુજરાત ક્ષેત્રના અ.જ.જા.સિવાયના) 158 40
GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી માટે પગાર
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવરોને પહેલા પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹19900 થી ₹63,200 (લેવલ-2)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે.
વય મર્યાદા
આ પોસ્ટ ઉપર અરજી કરના ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી