Gujarat Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની વધુ એક તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ojas gsssb Bharti 2025 in gujarati : GSSSB ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો સહિતની અતગ્યની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : August 26, 2025 13:56 IST
Gujarat Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની વધુ એક તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાતમાં સરકારી નોકરી - Photo- Social media

Gujarat Bharti 2025, GSSSB Bharti 2025,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સપનું જોઈ રહેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ડ્રાઈવરથી લઈને બાગાયત નિરીક્ષક સુધીની પોસ્ટની કુલ 82 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે.

GSSSB ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો સહિતની અતગ્યની માહિતી આ લેખમાં આપેલી છે.

GSSSB Recruitment 2025ની મહત્વની માહિતી

પોસ્ટગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટફાયરમેન કમ ડ્રાઈવરથી લઈને બાગાયત નિરીક્ષક સુધી વિવિધ
જગ્યા82
વય મર્યાદાવિવિધ
એપ્લિેકશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ1-9-2025
અરજી કરવાની છેલ્લી તારીખ15-9-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

Gujarat Government jobs
ગુજરાત સરકાર નોકરી – Photo- freepik

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ફાયરમેન કમ ડ્રાઈવર13
એક્સ રે આસિસ્ટન્ટ40
અધિક મદદનીશ ઈજનેર15
બાગાયત નિરીક્ષક14
કુલ82

Ojas GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટની કુલ 82 જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.

વય મર્યાદા અને પગાર ધોરણ

GSSSB દ્વારા વિવિધ પોસ્ટની કુલ 82 જગ્યાઓ માટે અલગ અલગ વય મર્યા માંગી છે અને પગાર ધોરણ પણ અલગ અલગ છે.આ અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ