GSSSB Bharti 2025 : ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરીની તક, ₹40,000થી વધુ પગાર, વાંચો બધી માહિતી

GSSSB Horticulture Inspector Bharti 2025 Know How to Apply Online in Gujarati: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત નિરીક્ષકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી અહીં વાંચો.

Written by Ankit Patel
Updated : September 01, 2025 08:09 IST
GSSSB Bharti 2025 : ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરીની તક, ₹40,000થી વધુ પગાર, વાંચો બધી માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, બાગાયત નિરીક્ષક નોકરી - photo- x @GSSSB

Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવાનું સપનું જોતા ડિપ્લોમા કરેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી ગાંધીનગરની બાગાયત નિરીક્ષક, વર્ગ-3 સંવર્ગની કૂલ 14 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત નિરીક્ષક, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

Ojas GSSSB ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગકૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ
કચેરીબાગાયત નિયામકની કચેરી
પોસ્ટબાગાયત નિરીક્ષક, વર્ગ-3
જગ્યા14
વય મર્યાદા18થી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ26 ઓગસ્ટ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ9 સપ્ટેમ્બર 2025
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી ગાંધીનગરની બાગાયત નિરીક્ષક, વર્ગ-3 સંવર્ગની કૂલ 14 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેની વિગતો નીચેના કોષ્ટમાં આપી છે.

કેટેગરીજગ્યા
બિન અનામત(સામાન્ય)5
આર્થિક રીતે નબળા વર્ગ1
અનુ.જન જાતિ2
સા.શૈ.પ.વર્ગ5
કુલ14

Ojas bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય કોઈપણ કૃષિ/બાગાયતી યુનિવર્સિટીઓના પોલિટેકનિકમાંથી મેળવેલ બાગાયતીમાં ડિપ્લોમાની ડિગ્રીકમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાનગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.

GSSSB બાગાયત નિરીક્ષક ભરતી માટે પગાર

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવરોને પહેલા પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹40,800 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹29200 થી ₹92,300 (લેવલ-5)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે.

વય મર્યાદા

આ પોસ્ટ ઉપર અરજી કરના ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ