lokrakshak bharti 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.15/06/2025ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં 2,37,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શકે તે માટે તા.16/06/2025ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.
લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ 20 જૂન 2025ના દિવસે સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.20/06/2025ના કલાક 16.00 વાગેથી તા.23/06/2025 ના કલાક 23.59વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.