સ્માર્ટફોનને 3 વર્ષ સુધી હાથ ન લગાવ્યો, 24 વર્ષની ઉંમરે UPSC ક્રેક કરનાર મહિલા IAS ની પ્રેરણાદાયક કહાની

Neha Byadwal Success Story : UPSC પરીક્ષા પાસ કરવા માટે આઈએએસ અધિકારી નેહા બયાડવાલે પૂરા ત્રણ વર્ષ સુધી પોતાનો સ્માર્ટફોન છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. આજે તે લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે

Written by Ashish Goyal
May 03, 2025 21:38 IST
સ્માર્ટફોનને 3 વર્ષ સુધી હાથ ન લગાવ્યો, 24 વર્ષની ઉંમરે UPSC ક્રેક કરનાર મહિલા IAS ની પ્રેરણાદાયક કહાની
નેહા માત્ર આઈએએસ અધિકારી તરીકે જ દેશની સેવા નથી કરી રહી પરંતુ તે એક પ્રેરણા પણ છે (તસવીર - nehabyadwal instagram)

Neha Byadwal Success Story: આજના ફાસ્ટ, ટેકનોલોજીથી પ્રેરિત દુનિયામાં આપણામાંથી મોટા ભાગના લોકો આપણા સ્માર્ટફોન વગર એક પણ દિવસ રહી શકતા નથી. પરંતુ આઈએએસ અધિકારી નેહા બયાડવાલે પૂરા ત્રણ વર્ષ સુધી પોતાનો સ્માર્ટફોન છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. તે પણ માત્ર એક જ ધ્યેય માટે – યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરવી. તેમનો આ નિર્ણય તેમના સમર્પણનું સ્તર બતાવે છે જે તેમને યુપીએસસીના મોટાભાગના ઉમેદવારોથી અલગ કરે છે.

નેહાએ અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો

નેહાનો જન્મ જયપુરમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર છત્તીસગઢમાં થયો હતો. જ્યાં તેમના પિતા સિનિયર ઇન્કમટેક્સ ઓફિસર તરીકે કામ કરતા હતા. તેમના પિતાના ટ્રાન્સફરના કારણે અવારનવાર ઘર બદલતા હોવાથી નેહાએ ઝડપથી અનુકૂલન સાધી લીધું હતું અને અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેમણે ડીપીએસ કોરબા અને ડીપીએસ બિલાસપુરમાં અભ્યાસ કર્યો હતો.

આ પછી રાયપુરની ડીબી ગર્લ્સ કોલેજમાંથી યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું. શરૂઆતથી જ નેહાના જીવનને શિસ્ત અને મહત્ત્વાકાંક્ષા વાળું હતું. મજબૂત શૈક્ષણિક પૃષ્ઠભૂમિ સાથે, નેહાએ પોતાનું ધ્યાન યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામ પર કેન્દ્રિત કર્યું હતું. જે ભારતની સૌથી મુશ્કેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી એક છે. ઘણા ઉમેદવારોની જેમ, તે જાણતી હતી કે તેના માટે સખત મહેનત અને ત્યાગની જરૂર પડશે.

જોકે તેણે આશા ન હતી કે એક વખત નહીં, પરંતુ ત્રણ વખત અસફળ થવાના ઇમોશનલ બેકગ્રાઉન્ડનો સામનો કરવો પડશે. તેમ છતાં હાર ન માની. સતત અસફળતા પછી નેહાએ એક સાહસિક પગલું ભર્યું હતું. તેને સમજાયું કે તેનો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની આદત તેના કિંમતી કલાકો અને મેન્ટલ ક્લેરિટીને છીનવી રહી છે.

બેસિક કીપેડ ફોનનો કર્યો ઉપયોગ

તેણે ઓછો ઉપયોગ કરવાને બદલે 3 વર્ષ સુધી પોતાનો સ્માર્ટફોન સાવ જ છોડી દીધો હચો. કોઈ વોટ્સએપ નહીં, કોઈ ઇન્સ્ટાગ્રામ નહીં, કોઈ યુટ્યુબ નહીં – ફક્ત પુસ્તકો, એક બેસિક કીપેડ ફોન અને ફક્ત ફોક્સ. આ એક ગેમ-ચેન્જર નિર્ણય હતો. આ ત્રણ વર્ષ દરમિયાન નેહાએ એક ફિક્સ રૂટિન બનાવ્યું હતું. તે દિવસના 8-10 કલાક અભ્યાસ કરતી, પોતાની નોટ્સ બનાવી અને પસંદગીના સ્ત્રોતોને વળગી રહીને માહિતીના વધુ પડતા ઓવરલોડથી બચી હતી.

આ પણ વાંચો – વડોદરાની હર્ષિતા ગોયલ કોણ? પહેલા CA, હવે UPSC માં મેળવ્યો બીજો રેન્ક

તેણે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી, નિયમિતપણે રિવિઝન કર્યું અને તા અને એક સ્ટ્રક્ચર્ડ શિડ્યુલ બનાવ્યું હતું. આ બધું સ્માર્ટફોન કે ઓનલાઇન કોચિંગ વગર હતું. તેની જીવનશૈલી ઑફલાઇન, સરળ અને સંપૂર્ણપણે પોતાના ધ્યેય પર કેન્દ્રિત હતી.

યૂપીએસસીની સફળતા પહેલા જ નેહાની દ્રઢતાનું પરિણામ જોવા મળ્યું હતું. તેણે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની પરીક્ષા ઘણી વખત પાસ કરી હતી, પરંતુ તેણે ક્યારેય નોકરી કરી ન હતી. તેનું ધ્યેય એક જ હતું કે આઈએએસ અધિકારી બનવું છે. એ એનાથી ઓછું કોઈ પણ બાબત માટે તૈયાર ન હતી, પછી ભલે લાંબા સમય સુધી રાહ જોવી હોય કે વધારે પ્રયત્નો કરવા પડે

ઓલ ઇન્ડિયા રેન્ક 569 સાથે યુપીએસસી પાસ કરી

2021માં આખરે નેહાને ત્યાગ અને મહેનતનું ફળ મળ્યું હતું. માત્ર 24 વર્ષની ઉંમરે તેણે 960 માર્ક્સ મેળવ્યા હતા અને યુપીએસસી સીએસઈમાં 569ના ઓલ ઈન્ડિયા રેન્ક સાથે પાસ કર્યું હતું. વારંવારની નિષ્ફળતાઓથી જીત સુધીની તેમની યાત્રાએ બતાવ્યું કે ધ્યાન કેન્દ્રિત કરવાથી અસાધારણ પરિણામો મળી શકે છે. છેવટે તે જેનું સપનું જોતી હતી તે આઈએએસ અધિકારી ગઇ હતી.

આજે નેહા માત્ર આઈએએસ અધિકારી તરીકે જ દેશની સેવા નથી કરી રહી પરંતુ તે એક પ્રેરણા પણ છે. 58,000 થી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે તે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ અન્ય લોકોને મદદ કરવા માટે કરે છે – ટિપ્સ, રુટિન અને પ્રેરણા શેર કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ