રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, પૂરક પરીક્ષા ચૂકી ગયેલા દ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા

10th and 12 th supplementary exam : જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. તેવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

Written by Ankit Patel
Updated : June 24, 2025 15:31 IST
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, પૂરક પરીક્ષા ચૂકી ગયેલા દ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા - photo- X @prafulpbjp

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી.

તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ- ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે જે ધો 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરિક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ