Gujarat bharti 2025, nutvan gram vidhyapith Recruitment, ભરુચમાં નોકરી : ભરૂચ જિલ્લામાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરની ઉત્તમ તક આવી ગઈ છે. નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા દ્વારા શ્રમ સંયોજકની પોસ્ટ ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમદેવાર પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.
ગુજરાત ભરતી 2025 અંતર્ગત શ્રમ સંયોજક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.
ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા- ભરૂચ પોસ્ટ શ્રમ સંયોજક જગ્યા 1 વય મર્યાદા 35 વર્ષ એપ્લિકેશન મોડ ઓફલાઈન ભરતી જાહેર થયાની તારીખ 10 જુલાઈ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર અરજી કરવાનું સરનામું નીચે આપેલું છે
નૂતન ગ્રામ વિદ્યાપીઠ ભરતીની પોસ્ટની વિગતો
નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા- ભરૂચ દ્વારા શ્રમ સંયોજકની એક જગ્યા માટે ભરતી બહાર પાડી છે. તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિ, અભ્યાસક્રમ, જગ્યાની શૈક્ષણિક લાયકાત, ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય નિમયો, શરતો સંસ્થાની વેબસાઈટ www.ngvthava.ac.in પર જોઈને સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
નૂતન ગ્રામ વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલી શ્રમ સંયોજકની ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવાર પાસે બી.આર.એસ. પ્રથમ વર્ગ સાથે અથવા તો બી.એસ.સી. (એગ્રી) પ્રથમ વર્ગ સાથે ડીગ્રીની હોવી જોઈએ.
વય મર્યાદા અને પગાર ધોરણ
આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા 35 વર્ષ નિર્ધારીત કરી છે. આ ઉપરાંત પગારની વાત કરીએ તો સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ₹31,340 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
ભરતીની જાહેરાત pdf
અરજી ક્યાં કરવી?
- લાયક અને રસ ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાથી 15 દિવસની અંદર તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે રજિસ્ટર એ.ડી.થી નીચે આપેલા સરનામે અરજી કરવાની રહેશે.
- ભરતી જાહેર થયાની તારીખ 10 જુલાઈ 2025 છે.
- ઉમેદવારે અરજી સાથે 100 રૂપિયા પ્રોસેસિંગ ફીનો ડી.ડી. આચાર્ય નૂતન ગ્રામ વિદ્યાપીઠના નામે જોડવાનો રહેશે.અથવા રૂબરૂ જમા કરી પાવતી મેળવી અરજી સાથે પાવતી જોડવાની રહેશે.
- નિયત ફી વગરની અરજી રદ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવાનું સરનામું – આચાર્ય, નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા, નેત્રંગ, જિલ્લો ભરૂચ-393130