Gujarat Bharti 2025, GSSSB Vanrakshak Bharti 2025 : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગ ઉમદેવારો માટે ખાસ ભરતી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. GSSSB એ વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વનરક્ષક, વર્ગ-3 સંવર્ગની કુલ 157 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વનરક્ષક વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.
ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ વન અને પર્યાવરણ વિભાગ પોસ્ટ વનરક્ષક, વર્ગ-3 જગ્યા 157 વય મર્યાદા 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10-8-2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
પોસ્ટની વિગત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વનરક્ષક, વર્ગ-3 સંવર્ગની કુલ 157 જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે તે તરીકે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
- ગુજરાત અથવા હિંદી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ઉમેદવારોની શારીરિક લાયકાત
વર્ગ ઊંચાઈ છાતી ફુલાવ્યા વગર છાતી ફુલાવેલી વજન મૂળ ગુજરાત અનુસૂચિત આદિજાતિ ઉમેદવારો 155 સેન્ટીમીટર 79 સેન્ટીમીટર 84 સેન્ટીમીટર 50 કિલોગ્રામ મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના ઉમેદવારો 163 સેન્ટીમીટર 79 સેન્ટીમીટર 84 સેન્ટીમીટર 50 કિલોગ્રામ
પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ પ્રતિમાસ ₹26,000 ના ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ બાદ સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹18,000થી ₹56,900 (લેવલ-4)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા માત્ર થશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
વય મર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી