Gujarat bharti 2025, GMSCL Bharti 2025, ગુજરાત ભરતી 2025 : ગાંધીનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત સરકારનું સાહસ ગુજરાત મેડીકલ સર્વિસસીસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા લીગલ મેનેજરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઓફલાઈન અરજી મંગાવી છે.
ગુજરાત ભરતી 2025 અંતર્ગત મેનેજર (લીગલ) પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Gujarat Bharti 2025ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ પોસ્ટ મેનેજર(લીગલ) જગ્ય 1 નોકરીનો પ્રકાર કરાર આધારિત એપ્લિકેશન મોડ ઓફલાઈન વય મર્યાદા 45 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખ 8-9-2025 ક્યાં અરજી કરવી https://gmscl.gujarat.gov.in/
GMSCL Bharti 2025 માટે પોસ્ટની વિગતો
ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગર માટે કરાર આધારિત 11 માસ માટે અથવા માન્ય ભરતી પદ્ધતિથી નિમિત ઉમેદવરો ઉપલબ્ધ થાય તે પૈકી જે હેવું હોય તેટલા સમય માટે જગ્યા ભરવા માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવા અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે એક જગ્યા પર ઉમેદવાર પસંદ કરવાના છે.
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારને એલ.એલ.બીમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જોઈએ અથવા ઉમેદવારને એલ.એલ.એમમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જોઈએ.
- અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
- કમ્પ્યુટરનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
- કંપની એક્ટ, કોન્ટ્રાક્ટ એક્ટ તેમજ ખરીદીને લગતા એક્ટની લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિક્તા આપવામાં આવશે.
વય મર્યાદા – અનુભવ
આ ભરતી માટે અરજી કરના ઉમદેવારની ઉંમર મહત્તમ 45 વર્ષ હોવી જોઈએ જ્યારે અનુભવની વાત કરીએ તો ઉમેદવાર એલ.એલ.બીની ડિગ્રી ધરાવતો હોય તેવામાં બે વર્ષનો અનુભવ અને એલ.એલ.એમની ડિગ્રી ધરાવતો હોય તેવામાં એક વર્ષનો અનુભવ
પગાર
ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગર માટે કરાર આધારિત 11 માસ માટે મેનેજર (લીગલ) પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹ 35,000 પગાર મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- અરજી કરવા અંગેનું નિયત નમુનાનું ફોર્મ ગુજરાત મેડીકલ સર્વિસસ કોર્પોરેશન લીમીટેડની વેબસાઈટ https://gmscl.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરવું
- ત્યારબાદ અરજીમાં દર્શાવ્યા મુજબની વિગતો ભરતીને નીચે આપેલા સરનામે માત્ર સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે.
- અરજી બંધ કરવામાં મોકલવાની તેમજ કવર ઉપર મેનેજર (લીગલ) ના નામનો ઉલ્લેખ અચુક કરવાનો રહેશે.
- અરજી 8-9-2025 સાંજના 6 વાગ્યા સુધીમાં મળી જાય એ રીતે મોકલવી.
- અધુરી વિગતોવાળી તેમજ નિયત બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરાવનું સરનામું
જનરલ મેનેજર (એડમિન એન્ડ એચ.આર)ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લી.બ્લોક નં.14-1 ડો. જીવરાજ મહેતા ભવન, એક્ટર-10ગાંધીનગર-382010