GSSSB mahesul talati exam date : ગુજરાત સરકારમાં મહેસૂલ તલાટીની નોકરી માટે ફોર્મ ભર્યું છે એવા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. GSSSB દ્વારા મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ આ પરીક્ષા લેવાશે.
પરીક્ષાની માહિતી
પરીક્ષાનો પ્રકાર પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમયે કુલ માર્ક પ્રાથમિક પરીક્ષા(O.M.R.Based) 14-9-2025 બપોરે 2થી5 કલાક 200 માર્ક્સ
મહેસૂલ તલાટી ભરતી માટે પોસ્ટની વિગતો
જિલ્લો જગ્યા અમદાવાદ 113 અમરેલી 76 અરવલ્લી 74 આણંદ 77 કચ્છ 109 ખેડા 76 ગાંધીનગર 13 ગીર સોમનાથ 48 છોટાઉદેપુર 135 જામનગર 60 જુનાગઢ 52 ડાંગ 43 દાહોદ 85 તાપી 63 દેવભૂમિ દ્વારકા 20 નર્મદા 59 નવસારી 52 પંચમહાલ 94 પાટણ 48 પોરબંદર 36 બનાસકાંઠા 110 બોટાદ 27 ભરૂચ 104 ભાવનગર 84 મહિસાગર 70 મહેસાણા 33 મોરબી 57 રાજકોટ 98 વડોદરા 105 વલસાડ 75 સાબરકાંઠા 81 સુરેન્દ્રનગર 85 સુરત 127 કુલ 2389
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન- PDF
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગની મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે 26 મે 2025થી 10 જૂન 2025 સુધી અરજી પ્રક્રિયા હાથ ધરી હતી. સ્નાતક ઉમેદવારો માટે સરકારી નોકરી સારી તક હતી.મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ 26000 રૂપિયા પ્રતિ માસ મળશે ત્યાર બાદ સંતોષકારક કામકીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગારપંચના ધારાધોરણ પ્રમાણે નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.