GSEB SSC Supplementary Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજે શુક્રવારે સવારે એસ.એસ.સી. પરીક્ષા જૂન-જુલાઈ પૂરક 2025નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 27.61 ટકા ઉમેદવારો પાસ થયા છે. ફેબ્રુઆરી-માર્ચ-2025ની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી જૂન-જુલાઈ પૂરક 2025 પરીક્ષા માટે 1,24,058 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા.
નોંધાયેલા પરીક્ષાર્થીઓમાંથી 93,904 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 25,929 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આમ જૂન-જુલાઈ પૂરક પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ 27.61 ટકા આવેલા છે.
ગુજરાત બોર્ડ દ્વારા આપેલી માહિતી પ્રમાણે એસ.એસ.સી પૂરક પરીક્ષામાં કુમાર 25.38 ટકા, કન્યા 31.65 ટકામાં કૂલ 27.61 ટકા નોંધાયા છે.
આ ઉપરાંત નિયમિત ઉમેદવારો 30.70 ટકા, પુનરાવર્તિત (રીપીટર) 19.00 ટકા, નિયમિત GSOS 18.08 ટકા, પુનરાવર્તિત GSOS 14.17 ટકા પરિણામની ટકાવારી છે.
આ પણ વાંચોઃ- US Visa Bulletin : ભારતીય વર્કર્સને ક્યારે મળશે અમેરિકાનું ગ્રીન કાર્ડ? સરકારે વિઝા બુલેટિનમાં શું કહ્યું?
આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 130 છે.