Employment Linked Incentive Scheme Benefits : કેન્દ્ર સરકાર એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ELI Scheme) શરૂ કરી રહી છે. આ ઇએલઆઈ યોજના હેઠળ પહેલીવાર નોકરી કરનાર યુવાઓને સરકાર 15000 રૂપિયા આપશે. આ યોજનાનો હેતું શિક્ષણ યુવાઓને નોકરી રોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો અને આગામી સમય માટે કુશળ વર્ક ફોર્સ તૈયાર કરવા, રોજગાર સર્જનની જરૂરિયાત સંતોષવી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપવાનો છે. ELI Scheme ક્યારથી શરૂ થશે, કોને લાભ અને કેવી રીતે લાભ મળશે તેના વિશે વિગતવાર જાણીયે
ELI યોજનાનો લાભ કોને મળશે?
કેન્દ્ર સરકારની ELI યોજનાનો લાભ 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઇ 2027 દરમિયાન પહેલીવાર નોકરી કરનાર યુવાઓને મળશે. આ સમયગાળા દરમિયાન પહેલા નોકરીમાં જોડાનાર યુવાઓને ઇએલઆઈ યોજનામાં સામેલ કરવામાં આવશે. પહેલીવાર નોકરી જોઇન કરનાર કર્મચારીનો માસિક પગાર 1 લાખ રૂપિયાથી ઓછો જોઇએ. ઉપરાંત જુલાઇ 2025 પહેલા નોકરી જોઇન કરનાર કર્ચમારી આ યોજના માટે લાયક રહેશે નહીં.
ELI યોજના માટે સરકાર કેટલો ખર્ચ કરશે?
ઇએલઆઈ યોજના માટે કેન્દ્ર સરકાર 99446 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
કર્મચારી સાથે કંપનીને પણ લાભ મળશે
ઇએલઆઈ યોજનાનો લાભ માત્ર કર્મચારીને જ નહીં પણ કંપનીને પણ મળશે. કંપનીને કર્મચારી દીઠ દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. સરકાર ઇચ્છે છે કે, આ યોજના દ્વારા વધુમાં વધુ લોકોને નોકરી મળે. સરકારનો હેતુ દેશમાં રોજગારીની તકો વધારવા માટે એક મજબૂત માળખું અને અસરકારક નીતિ તૈયાર કરવાનો છે.
પહેલી નોકરી કઇ ગણવામાં આવશે?
આ યોજનાનો હેઠળ પહેલીવાર નોકરી મેળવનાર કર્મચારીને લાભ મળશે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે પહેલી નોકરી કઇ ગણવી? કર્મચારીનું પહેલીવાર પીએફ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોય તેને પહેલી નોકરી માનવામાં આવશે. ધારકો કે તમે ક્યાંક નોકરી કરો છો પરંતુ પીએફ એકાઉન્ટ નથી. 1 ઓગસ્ટથી ઇએલઆઈ યોજના લાગુ થયા બાદ તમારું પીએફના દાયરામાં આવશો, તમે આ યોજના માત્ર પાત્ર થઇ જશો.
સૌથી મહત્વપૂર્ણ વાત ઇએલઆઈ યોજનાનો લાભ મેળવવા માટે કંપની EPFO હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઇએ. જો કંપનીમાં 50 થી ઓછા કર્મચારી છે, જો આ યોજના હેઠળ માત્ર 2 નવા કર્મચારી નિમણૂક કરી શકશે. જો 50 થી વધુ લોકો નોકરી છે તો કંપની 5 નવા કર્મચારીની નિમણૂક કરી શકે છે.
ELI યોજનાના 15000 ક્યારે મળશે?
લાભાર્થી કર્મચારીને ELI યોજનાની રકમ બે તબક્કામાં મળશે. યોજનાનો પ્રથમ હપ્તો પ્રથમ નોકરીમાં સળંગ 6 મહિના નોકરી પૂર્ણ કર્યા બાદ મળશે. તો બીજો યોજનો 12 મહિનાની નોકરી અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મળશે.