AAI Recruitment 2025: એરપોર્ટમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, ₹1.40 લાખ સુધી પગાર, આજથી અરજી પ્રક્રિયા શરુ

AAI Junior Executive Recruitment 2025 Check how to Apply Online in Gujarati: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત જુનિયર એક્ઝિક્યુટિવની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
August 28, 2025 10:35 IST
AAI Recruitment 2025: એરપોર્ટમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, ₹1.40 લાખ સુધી પગાર, આજથી અરજી પ્રક્રિયા શરુ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી - photo-X

AAI Junior Executive Recruitment 2025: જો તમે એરપોર્ટ પર કામ કરવા માંગતા હો, તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમને આ શાનદાર તક આપી રહી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જુનિયર એક્ઝિક્યુટિવની 976 ખાલી જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી માટે આજે 28 ઓગસ્ટ 2025થી અરજી પ્રક્રિયા શરુ થઈ છે. આ ભરતી માટે ઉમેદવારો www.aai.aero પર છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત જુનિયર એક્ઝિક્યુટિવની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

AAI ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
પોસ્ટજુનિયર એક્ઝિક્યુટિવ
જગ્યા976
વયમર્યાદા27 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ27 સપ્ટેમ્બર 2025
ક્યાં અરજી કરવીwww.aai.aero

પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
જુનિયર એક્ઝિક્યુટિવ (આર્કિટેક્ચર)11
જુનિયર એક્ઝિક્યુટિવ (એન્જિનિયર-સિવિલ)199
જુનિયર એક્ઝિક્યુટિવ (એન્જિનિયરિંગ-ઇલેક્ટ્રિકલ)208
જુનિયર એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રોનિક્સ)527
જુનિયર એક્ઝિક્યુટિવ (ઇન્ફર્મેશન ટેકનોલોજી)31
કુલ976

કેટલી લાયકાત જરૂરી છે?

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વિવિધ જુનિયર એક્ઝિક્યુટિવની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમેદવારોએ જેતે ફિલ્ડમાં એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા 27 સપ્ટેમ્બર 2025 ના આધારે ગણવામાં આવશે. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી ઉંમરમાં છૂટછાટ મળશે.

પગાર

પસંદ પામેલા ઉમેદાવરોને (ગ્રુપ B, E-1 લેવલ) ₹ 40,000 થી ₹ 1,40,000. આ ઉપરાંત, અન્ય પગાર ભથ્થાં પણ ઉપલબ્ધ રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

પસંદગી પ્રક્રિયા

GATE 2023 / GATE 2024 / GATE 2025 પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો પસંદગી માટે પાત્ર બનશે. આ આધારે, ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

નોટિફિકેશન

કેવી રીતે અરજી કરવી?

  • અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.aai.aero ની મુલાકાત લેવી પડશે.
  • અહીં કારકિર્દી વિભાગમાં, ભરતી સંબંધિત ઓનલાઇન અરજી કરો લિંક પર ક્લિક કરો.
  • સૌપ્રથમ તમારે ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબર દ્વારા નોંધણી કરાવવી પડશે.
  • પછી તમારે રજિસ્ટર્ડ નંબર દ્વારા અરજી કરવી પડશે.
  • બધી શૈક્ષણિક, વ્યક્તિગત માહિતી ભરો.
  • જરૂરી કદમાં સંબંધિત પ્રમાણપત્ર પણ અપલોડ કરો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરો જે ત્રણ મહિનાથી વધુ જૂનો ન હોવો જોઈએ.
  • GATE નોંધણી નંબરની માહિતી ભરો.
  • બધી વિગતો કાળજીપૂર્વક ભર્યા પછી, અરજી ફી ચૂકવો અને ફોર્મનો અંતિમ પ્રિન્ટ આઉટ લો.
  • આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ